Site icon Revoi.in

સવારે નાસ્તામાં પાકા પપૈયાનો કરો સમાવેશ , ઠંડીની સિઝનમાં ખુબજ ગુણકારી

Social Share

 

પપૈયું એક એવું ફળ છે કે જેનું સેવન કરવામાં આવે તો અનેર રોગો દૂર થાય છે. પપૈયામાં ઘણા વિટામિન્સ અને સંયોજનો હોય છે જે શરીરને ઘણા ગંભીર રોગોથી બચાવવામાં મદદ કરે છે. ડાયેટિશિયન આ ફળના સેવનને ખૂબ જ ફાયદાકારક માને છે. પપૈયામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને અનેક પ્રકારના ગંભીર રોગો અને ચેપથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે.

કોરોનાના આ સમયમાં જ્યારે લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ ફળનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પપૈયાને વિટામિન-સીનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ સિવાય પપૈયાનું સેવન પેટને સ્વસ્થ રાખવા, ચામડીનો રંગ સુધારવા અને અસ્થમા જેવી લાંબી બીમારીઓથી રક્ષણ આપવા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

પપૈયામાં જોવા મળતું એન્ટીઓકિસડન્ટ હાનિકારક વાદળી પ્રકાશ કિરણોને ફિલ્ટર કરે છે. આવી સ્થિતિમાં, આંખોને સ્વસ્થ રાખવામાં તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય પપૈયાનું સેવન કરવાથી વય સંબંધિત અન્ય ઘણી પ્રકારની ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયાનું સેવનસારો વિકલ્પ છે. અભ્યાસો દર્શાવે છે કે પ્રકાર 1 ડાયાબિટીસ ધરાવતા લોકો જે ઉચ્ચ ફાઇબરયુક્ત આહાર લે છે તે લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડી શકે છે. પપૈયામાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે. તેનું સેવન બ્લડ સુગર, લિપિડ અને ઇન્સ્યુલિનના સ્તરને સુધારવામાં મદદરૂપ હોવાનું માનવામાં આવે છે.

પપૈયામાં હાજર લાઇકોપીન કમ્પાઉન્ડ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. તે એવા લોકો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે જે કેન્સરની સારવાર લઈ રહ્યા છે. આ સિવાય પપૈયામાં જોવા મળતું એન્ટીઓકિસડન્ટ બીટા કેરોટીન પણ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.
જો કે આ માટે દરોરજ સવારે તમારા નાસ્તામાં એક ડિશ પપૈયાનો આહાર સામેલ કરવો જોઈએ જે ઉપર જણાવેલ તમામ બીમારીઓ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે.