- વિટામીન બી 12થી આરોગ્ય મબળું પડે છે
- તેના માટે ભરપુર સ્ત્રોત સાયોબીન છે
સામાન્ય રીતે આજની જે ભાગદોડ વાળી લાઈફમાં શરીરમાં ઘણા વિટામીન્સની ઉણપ હોય છે,આવી સ્થિતિમાં અનેક પ્રકારની કાળજી રાખવી પડે,આ સાથે જ શું તમે સંતુલિત આહાર લીધા પછી પણ હંમેશા થાક અનુભવો છો? આવી સ્થિતિમાં કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડની સાથે વિટામિન બી12 જેવા અન્ય પોષક તત્વો પણ સામેલ કરવા જોઈએ.
વિટામીન બી 12 ઉણપમાં શું થાય છે?
ખાસ કરીને વિટામિન B12 આપણા શરીરમાં લાલ રક્ત કોશિકાઓ બનાવવા તેમજ શરીરના પેશીઓને સુધારવા માટે જરૂરી છે. સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા શરીરમાં પૂરતું વિટામિન B12 નથી, તો તમને એનિમિયા થવાનું જોખમ છે.
વિટામીન B12 ના અભાવે જ્ઞાનતંતુઓને નુકસાન થવાનો પણ ભય રહે છે. આનાથી તમારા હાથ અને પગમાં ઝણઝણાટી અને નિષ્ક્રિયતા આવે છે. આ ઉપરાંત વિટામિન B12 હાડકાંને સ્વસ્થ રાખે છે. વિટામીન B-12 આંખના રોગોને દૂર કરવા માટે પણ જરૂરી છે.
કયા ખોરાકમાંથી મેળવી શકાય વિટામીન બી 12
ઓટ્સ – નાસ્તા માટે ઓટ્સ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ઓટ્સ માત્ર વજન ઘટાડતું નથી પણ સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ફાઈબર અને વિટામિન્સ પણ પ્રદાન કરે છે.
સોયાબીન – વિટામિન B12 નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. વિટામિન B-12 માટે તમે સોયા દૂધ, ટોફુ અથવા સોયાબીન તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
ફિશ – જે લોકો નોન-વેજ ખાય છે તેમના માટે વિટામિન B-12 ના ઘણા વિકલ્પો છે. તમારે તમારા આહારમાં લોબસ્ટર અને સાલ માછલીનો સમાવેશ કરવો જ જોઈએ. તેમાં વિટામિન B-12 અને વિટામિન E પણ વધુ માત્રામાં હોય છે.
મશરુમ – અઠવાડિયામાં એકવાર મશરૂમ્સ ખાવા જોઈએ. મશરૂમમાં વિટામિન B-12 ઉપરાંત પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન પણ સારી માત્રામાં જોવા મળે છે.
બ્રોકોલી -વિટામિન B-12 માટે તમે તમારા આહારમાં બ્રોકોલીનો પણ સમાવેશ કરી શકો છો. બ્રોકોલીમાં વિટામિન B-9 એટલે કે ફોલેટ પણ સારી માત્રામાં હોય છે. તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે.