Site icon Revoi.in

તમારા આહારમાં સામેલ કરો આ ખોરાક – જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં થશે વધારો

Social Share

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સ્વાસ્થ રહે,અને સ્વસ્થ રહેવા માટે રોગપ્રતિકારક શક્તિનું મજબૂત હોવું જરુરી છે, રોગપ્રતિકારક શક્તિ શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે શરીરના અંગો, કોષો અને પેશીઓથી બનેલી સિસ્ટમ છે, જે શરીરને નુકસાન પહોંચાડતા જીવાણુઓ સામે લડે છે. તે આ જીવાણુઓને શરીરમાં પ્રવેશતા અટકાવે છે અને જો ક્યારેય કોઈ બેક્ટેરિયા અંદર પ્રવેશ કરે છે, તો તે તેને ખતમ કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમારે પણ હેલ્ધી રહેવું હોય તો તમારા ખોરાકમાં ફેરફાર કરવાની જરુર છે,એવો ખોરાક ખાવ જોઈએ જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

જાણો એવો ખોરાક જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે

પાલકઃ- રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પાલક મદદરૂપ સાબિત થઈ શકે છે. પાલકમાં વિટામિન-એ પણ જોવા મળે છે અને તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે અસરકારક રીતે કામ કરી શકે છે. રોગપ્રતિકારક શક્તિની સાથે, વિટામિન એ આંખોની રોશની સુધારી શકે છે અને ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે આ ફાયદાઓને કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પાલકને આહારમાં સામેલ કરી શકાય છે.

બ્લુ બેરીઃ- આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે, પાચન તંત્રને મજબૂત રાખવું જરૂરી છે, જેમાં બ્લુબેરીનો ઉપયોગ મદદરૂપ સાબિત થઈ શકે છે. આંતરડાના માઇક્રોબાયોમ માટે ફાયદાકારક હોવાની સાથે, તે પાચન અને રોગપ્રતિકારક શક્તિસંબંધિત સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરી શકે છે.

ડાર્કચોકલેટઃ- કોકોમાં ઇમ્યુનોમોડ્યુલેટરી ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વધુમાં, કોકો થાઇમસ ગ્રંથિમાં એન્ટીઑકિસડન્ટ અસરને વધારી શકે છે થાઇમસ ગ્રંથિ શરીરનું એક આવશ્યક અંગ છે, જે રોગપ્રતિકારક શક્તિના વિકાસમાં મદદ કરે છે આમ ડાર્ક ચોકલેટ ખાવાના ફાયદા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

હરદળઃ- હળદરમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કામ કરી શકે છે. હળદરમાં હાજર કર્ક્યુમિન આની પાછળ કામ કરે છે. તેમાં માત્ર બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને કેમોપ્રિવેન્ટિવ ગુણધર્મો જ નથી, પરંતુ તે T અને B કોષો શ્વેત રક્ત કોશિકાઓના પ્રકારના કાર્યને સુધારવામાં પણ મદદ કરી શકે છે