Site icon Revoi.in

તંદુરસ્ત રહેવા માટે આ ફળોને સવારના નાસ્તામાં કરો સામેલ,આટલા ફળોની છાલ પણ આરોગ્યને ફાયદો કરે છે

Social Share

 

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શાકભાજી અને ફળો આપણા આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે, ફળો અને શાકભાજીમાંથી શરીરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેતા હોય છે, આ સાથે જ વિટામીન,આયર્ન,જેવા ખનીજ તેમાં પુરતા પ્રમાણમાં હોય છે જો કે ઘણા ઓછા લોકો જાણતા હશે કે શઆકભાજી અને કેટલાક ફળોને જો છાસ કાઢ્યા વિના છાલ સાથે જ ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે, છાલમાં પણ અને ઔષધિય ગુણો છૂપાયેલા હોય છે તો ચાલો જાણીએ છાલ સાછે ફળ-શાકભાજી ખાવાથઈ થતા ફાયદાઓ વિશે

શક્કરીયા – શક્કરિયાના છોતરામાં પણ ફાઇબર, બીટા-કેરોટીન, વિટામીન સી, વિટામિન ઈ, ફોલેટ, પોટેશિયમ અને આયરન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જેમાં હાજર બીટા એન્ટીઑક્સિડેન્ટ આંખોની રોશનીમાં સુધારો અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
કોળું – કોળાની છાલમાં આયર્ન, વિટામિન A, પોટેશિયમ પણ વધુ માત્રામાં જોવા મળે છે. જો કે લીલું કોળું મોટાભાગના ઘરોમાં છોલ્યા વગર જ બનાવવામાં આવે છે, પરંતુ પીળા કોળાની છાલ થોડી જાડી હોવાથી લોકો તેની છાલ કાઢી નાખે છે.

લીલા વટાણા – લીલા વટાણાની છાલ પણ ઘણા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન્સ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે.

નાસપતી –  જામફળ  અને નાસપતી જેવા ફળો પણ છોલીને ખાવાનું પસંદ કરે છે, જો કે આ ફળોની છાલ ન માત્ર વધુ પોષણ આપે છે, પરંતુ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને ચયાપચયને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે

સફરજન – સફરજનની છાલમાં ફાઈબહોય છે, જ્યારે તેમાં ક્વેર્સેટિન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એ જ રીતે નાશપતી અને જામફળની છાલ પણ વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ સહિત અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે.

ટામેટચા-કાકડી અને મૂળાઃ- જો શાકભાજીની વાત કરીએ તો કાકડી, મૂળા અને ટામેટા જેવી શાકભાજી જેનો સલાડમાં વધુ ઉપયોગ થાય છે, તેનો ઉપયોગ પણ મોટાભાગે લોકો છાલ કાઢીને કરે છે.જો કે આમ ન કરવું જોઈએ કારણ કે તેની છાલમાં અનેક ગુણો સમાયેલા છે,

ટામેટાંની ત્વચામાં ફ્લેવોનોઇડ નારિંગેનિન વધુ હોય છે, જે સોજો ઘટાડે છે અને અમુક રોગો સામે રક્ષણ આપે છે જ્યારે ગાજરના વિવિધ સ્તરોમાં બીટા-કેરોટીન, ફાઈબર, વિટામીન K,પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ જેવા આવશ્યક પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેનું સેવન વજન ઘટાડવામાં તો મદદ કરે જ છે, આ સાથએ જ આ પ્રકારના શાકભાજી છાલ સાથે ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ અસરકારક છે.

બટાકાંના છોતરા આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. બટાકાની છાલમાં સ્વાસ્થ્ય લાભોને લઇને દેશ-વિદેશમાં ઘણી શોધ થઈ છે, જેમાં સંપૂર્ણ સ્વાસ્થ્યમાં ફાયદા થવાની પુષ્ટિ પણ થઈ છે.