Site icon Revoi.in

ઘડપણથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

Social Share

ઉંમર ન દેખાય તે માટે દરેક લોકો કાંઈકને કાંઈક કરતા રહેતા હોય છે. કેટલાક લોકોતો ધરખમ ખર્ચ પણ કરતા હોય છે તો પણ તેઓ પોતાની ઉંમરને છુપાવી શકતા નથી. આજકાલના સમયમાં દરેક લોકોને પોતાની ઉંમર બને એટલી નાની બતાવવી હોય છે અને તેના માટે લોકો પ્રયાસ કરતા હોય છે.

જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો શરીર તંદુરસ્ત રહે છે અને તે ઉંમર ઓછી દેખાવામાં પણ મદદરૂપ છે. પાણીને યોગ્ય પ્રમાણમાં પીવામાં આવે તો તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે અને ત્વચાને ચમકતી રાખે છે. આ માટે પાણી કરતાં વધુ સારું કંઈ નથી. તેથી, દિવસ દરમિયાન ઓછામાં ઓછા ત્રણથી ચાર લિટર પાણી પીવું જોઈએ.

ટામેટા પણ ખાવા જોઈએ અને ત્વચા પર લગાવવા જોઈએ. ટામેટામાં લાઇકોપીન જોવા મળે છે જે ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે તમારા શરીરને વૃદ્ધત્વથી બચાવે છે. તેથી, તેને દરરોજ સલાડમાં પણ ખાઈ શકો છો તેમજ તેનો ઉપયોગ ત્વચા પર ઘસીને પણ કરી શકો છો.

કોઈ વ્યક્તિ જો ચાને ગ્રીન ટી સાથે બદલે છે તો તે પણ ફાયદાકારક છે કારણ કે એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર ગ્રીન ટી ત્વચાની સુંદરતા જાળવવામાં ખૂબ મદદરૂપ છે. તે શરીરમાંથી વધારાની ચરબી અને ટોક્સિન્સ પણ દૂર કરે છે. જે ખોરાકમાં ઓમેગા -3 ફેટી એસિડ જોવા મળે છે તે માત્ર ત્વચા માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા માનવામાં આવે છે. તેને ખાવાથી ત્વચા કડક બને છે. આ માટે તમારે તમારા આહારમાં અખરોટ, ફ્લેક્સસીડ, બદામ વગેરેનો સમાવેશ કરવો જોઈએ.