આપણું શરીર મિનરલ્સ, કેલ્શિયમ, વિટામિન્સ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વોથી બનેલું છે. તેથી, આમાંથી કોઈપણ વસ્તુનો અભાવ શરીર પર વિપરીત અસર કરે છે. આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકોમાં વિટામિન ડીની ઉણપ ખૂબ જોવા મળી રહી છે, જેના કારણે ઘૂંટણમાં દુખાવો, સોજો, સાંધામાં દુખાવો વગેરેની સમસ્યા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકો પોતાના આહારમાં પાંચ ફુડ સામેલ કરીને વિટામિન ડીની ઉણપ દૂર કરી શકે છે.
સૂર્યના પ્રકાશતી સૌથી વધારે વિટામિન જી મળે છે, પરંતુ આ સિવાય મશરૂમમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આના સેવનથી તમારું બ્લડ લેવલ સારું રહેશે. તેથી તેને ડાયટમાં ચોક્કસ સામેલ કરી શકાય છે.
ઇંડા પણ વિટામિન ડી ધરાવતો ખોરાક છે. જો તમે તેને દરરોજ તમારા નાસ્તામાં સામેલ કરશો તો તમને આ વિટામિન પર્યાપ્ત માત્રામાં મળશે. ઈંડામાં ચરબી અને પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે. આ ખાવાથી તમે ઉર્જાવાન અનુભવશો.
તેમજ ટુના, મેકરેલ અને સૅલ્મોન જેવી માછલીઓ પણ વિટામિન ડીના સારા સ્ત્રોત છે. આ ઉપરાંત ડેરી ઉત્પાદનો જેમ કે ચીઝ, દૂધ, દહીં વગેરે પણ વિટામીન ડીની ભરપાઈ માટે ઉપયોગી છે. આ ઉપરાંત આહારમાં નારંગી, અનાજ, લીંબુ, ગાજર, બ્રોકોલી, પાલકનો પણ સમાવેશ કરી શકાય છે.
વધુ પડતા મીઠાનું સેવન સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. તેનાથી હાડકા પણ નબળા પડે છે. આ સિવાય સોફ્ટ ડ્રિંક્સ પણ હાડકાંને નબળા બનાવવાનું કામ કરે છે. જંક ફૂડથી સ્થૂળતા તો વધે જ છે, પરંતુ વિટામિન ડીમાં પણ ઘટાડો થાય છે. તેથી જે વસ્તુઓ ખૂબ તૈલી હોય તેને ટાળવી જોઈએ. વિટામિન ડીની ઉણપમાં ખાટાં ફળો અને અથાણાં તથા ચટણી પણ મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.