Site icon Revoi.in

વજન ઘટાડવા માટે તમારા ડાયટમાં સામેલ કરો આ ફળની છાલ

Social Share

આ રોજની ફઆસ્ટ લાઈફમાં ગાડી અને અનેક પ્રકારોના આપણે આદી થઈ ગયા છે, જરા પણ ચાલવાનું ગમતું નથી,સાધન સામગ્રીએ આપણાને આળસું બનાવ્યા છએ ત્યારે આવી સ્થિતિમાં વજન વધવાની સમસ્યાઓ વધતી જોવા મળે છે,જેને લઈને આપણે ડાયટ કરીએ છીએ અથવા તો વજન ઘટાડવા અનેક પ્રયોગો કરતા હોઈએ છીએ.

જો કે આપણે ફળો ખાઈને વજન ઉતારીએ એ વાત જાણીએ છીએ પણ ક્યારેક સાંભળ્યું છે કે કેળાની છાલ ખાવાથી પણ વજન લોસ કરી શકાય છે ,જી હા આ વાત સાચી છે,જો તમે હવે કેળાની છાલનું સેવન કરશો તો તમારા વજનમાં ચોક્કસ તફાવત આવશે,

આ સમગ્ર બાબતે ઑસ્ટ્રેલિયાની એક ન્યૂટ્રિશનિસ્ટે દાવો કર્યો છે કે કેળાની છાલમાં કેળીથી પણ વધારે કરતા પણ વધારે પોષક તત્વો સમાયેલા હોય છે જે શરીરનું વજન ઓછું કરી કરવામાં મદદરુપ થાય છે.  કેળાની છાલને ફેંકવાની જગ્યાએ એને વેટ લૉસ ડાયટમાં સામેલ કરવી યોગ્ય રહેશે.

ન્યૂટ્રિશનિસ્ટનું કહેવું છે કે પીળા કેળાની છાલમાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે મેટાબૉલિઝ્મને મજબૂત કરે છે. બીજી બાજુ લીલા કેળાની છાલમાં એમિનો એસિડ ટ્રાઇપ્ટોફોન હોય છે જે તમારી પાચનક્રિયાને મજબૂત કરે છે અને ખાવાને પૂરી રીતે પચાવવામાં કારગર સાબિત થાય છે. એટલે કે જો તમે જમ્યા બાદ કેળાની છાલને કોઇ પણ રીતે ખાવ છો તો તમારું ખાવાનું પૂરી રીતે પચી જશે. કેળાની છાલ જમ્યા બાદ ખઆવી જોઈએ,જેમાં  વિટામીન બી6 અને વિટામન સી હોય છે. આટલું જ નહીં એમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેેવા મિનરલ્સ પણ સમાયેલા છએ જે શરીરને પુરતા પોષક તત્તવો પુરા પાડે છે.

 કેળાની છાલને જો તમે આખી ન ખાઈ શકતા હોવ તો તેને ક્રશ કરીને ખાવો, અથવાતો તેનું ઓછા તેલ મસાલામાં શાક બનાવીને સેવન કરો .ગમે તે રીતે તમારા શરીરમાં કેળાની છાલ જાય છે તો તે તમને વજન લોસ કરવામામં મદદરુપ બને છે.

સાહિન-