આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે, દરેક લોકોએ કોરાના બાદ હવે તેમના ખોરાક અને તેમના જીવન નિર્વાહ પર ખાસ ધ્યાન આપવું જોઈએ , જેથી તેઓ કોઈ ગંભીર રોગનો શિકાર ન બને. પરંતુ પ્રદૂષણથી ભરેલા આ વાતાવરણને કારણે, આપણા ફેફસાંને ઘણું નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આપણે હૃદય અને શ્વાસને લગતી ઘણી બીમારીઓથીબચીને રહેવું જોઈએ. જેના માટે આપણે ખાસ આપણા આબારને બદલવો જોઈએ.
ફેંફસાને સ્વસ્થ રાખવા કરો આટલી વસ્તુનું સેવન
- હળદર આપણા શરીર માટે જીવ બચાવનાર વનસ્પતિ માનવામાં આવે છે. હળદર ઘણા રોગોને દૂર કરવા માટે પણ જાણીતી છે. તેમાં એન્ટી-સેપ્ટિક ગુણધર્મો છે,. હળદર એંટી વાયરલ પણ છે, જે આપણા ફેફસાંને ચેપથી બચાવે છે. આવી સ્થિતિમાં આપણે આપણા ભોજનમાં હળદરનો ઉપયોગ કરવો જોઈએ.
- તંદુરસ્ત ફેફસા માટે વિટામીન સી ધરાવતા ફળો ખાવા ફાયદાકારક છે. જેમ કે નારંગી, લીંબુ, ટમેટાં, કીવી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ વગેરેમાં એન્ટીઑકિસડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જે શ્વાસ દરમિયાન શરીરના અન્ય ભાગોમાં ઓક્સિજન આપવા માટે મદદ કરે છે.
- ગિલોય (ગળોના પાન) આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આની મદદથી આપણે અનેક રોગોથી દૂર રહી શકીએ છીએ. કોરોના સમયગાળા દરમિયાન, લોકોમાં તેની માંગ ખૂબ વધી છે, તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરી શકે છે. એટલું જ નહીં, ગિલોયમાં મળતી એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો ફેફસાંને વાયરસથી થતાં રોગોથી બચાવવામાં મદદ કરે છે.
- શરીરને તંદુરસ્ત રાખવા માટે ફોલેટયુક્ત ખોરાક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. આ ખાવાથી રોગપ્રતિકારક તંત્ર તંદુરસ્ત બને છે અને ફેફસાં તંદુરસ્ત રહે છે. મસુરની દાળ અને મેથી ફેફસાને સ્વસ્થ રાખે છે. આ દાળનું સેવન કરવું ફેંફસા માટે સારુ છે.
સાહિન-