Site icon Revoi.in

તમારા આહારમાં સામેલ કરો આ કંદમૂળ, જેને ખાવાથી થાય છે અનેક લાભ

Social Share

 

સામાન્ય રીતે ડોક્ટર્સ આપણાને લીલા શાકભાજી ફળો ખાવાની સહ આપેલા છે સાથે જ  કઠોળ પણ ખાવાનું સારુ માનવામાં આવે છએ તો સાથે જ બીટ, ગાજર, આદુ ,લસણ જેવા અનેક કંદમૂળો પણ આરોગ્યને ફાયદો કરે છે આજે એવાજ એક કંદમૂળ વિશે વાત કરીશું જેનું નામ છે સુરણ.

સુરણનું શાક કાતરી બન્ને બનાવામાં આવે છએ તો કેટલાક લોકો બાફીને પણ ખાય છે તેના સ્વાસ્થ્ય લક્ષી આ એક સ્ટાર્ચયુક્ત મૂળ શાકભાજી છે. જે  જરૂરી પોષક તત્ત્વો, વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે જે તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. 

ખાસ કરીને સુરણમાં કાર્બોહાઇડ્રેટ્સ, ડાયેટરી ફાઇબર, પોટેશિયમ અને વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, જે તેને એકંદર આરોગ્યને તંદપરસ્ત રાખે છે. 

તમારા આહારમાં સપરણનો સમાવેશ કરવાથી પાચનતંત્રમાં સુધારો કરવા માટે મદદ મળી શકે છે, કબજિયાત અટકાવી શકાય છે અને પાઈલ્સ અને કોલોન કેન્સર જેવી સ્થિતિઓનું જોખમ ઘટાડી શકાય છે. આ સહીત જો તમને ચરબીયુક્ત પેટ અને લટકતા પેટથી શરમ આવતી હોય તો પેટની હવાને ફુગ્ગાની જેમ બહાર કાઢવા માટે સવારે આ કામ કરવાનું શરૂ કરો.

આ સુરણમાં હાજર ફાઇબર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં, પેટને ભરેલું લાગે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.ઓમેગા-3 ફેટી એસિડ્સ, ઝિંક, સેલેનિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસથી ભરપૂર આ શાકભાજી મગજ, યાદશક્તિ, ધ્યાન અને એકાગ્રતામાં સુધારો કરે છે.

આ શાકભાજી ખાવાથી મહિલાઓમાં એસ્ટ્રોજનનું સ્તર વધી શકે છે, જે હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેમાં વિટામિન B-6 પણ ભરપૂર હોય છે, જે મહિલાઓમાં પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમથી રાહત આપે છે.