Site icon Revoi.in

ઉનાળાની ગરમીથી બચવા વિટામીન ‘સી’ ને ખોરાકમાં ભરપુર સામેલ કરો

Social Share

 

હવે ઘીરે ઘીરે ઉનાળાની સિઝન શરુ થઈ રહી છે ત્યારે આપણે આપણા ખોરાક પર પુરતું ધ્યાન આપવાની જરુર છે, જો ખોરાક હેલ્ધી હશે તો ગરમી સામે પણ આપણું શરીર સ્વસ્થ બનીને કાર્ય કરતું રહેશે. જેમાં ખાસ કરીને વિટામિન સી એ સારા સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે અને તેના ફાયદા ત્વચાને સુધારવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વધુ સુધી છે. 

હાર જ્યારે મોસમી ફ્લૂ જેવી બિમારીઓ વઘી રહી છે, ત્યારે આપણે આપણા આહાર અંગે સાવધ રહેવું સ્વાભાવિક છે. વિટામિન સીની ગોળીઓનો સ્ટોક કરવા તમારે તમારા પડોશની ફાર્મસીમાં જવાની જરૂર નથી; તમે તેને ઘણા ખોરાકમાં શોધી શકો છો. 

મોસંબી કે નારંગી 

નારંગી અને  નોરંગી જેવા ફળો વિટામીન સીના સારા સ્ત્રોત તરીકે વ્યાપકપણે જાણીતા છે. તેથી, તેને તમારા આહારમાં સામેલ કરો જે દિવસ દરમિયાન તમને ગરમીથી બચાવી રાખે ચે શરીરને ડિહાઈડ્રેડ થતા રોકે છે. 

 કિવિ

કિવી વિટામિન સીનો બીજો કુદરતી સ્ત્રોત છે.  કીવી 60 મિલિગ્રામ એસ્કોર્બિક એસિડ પ્રદાન કરે છે.જેથી બને ત્યા સુધી ઉનાળામાં કિવિનું સેવન કરવું જોઈએ જે તમારા શરીરને પુરતી એનર્જી પુરી પાડે છે અને તમને તંદુરસ્ત બનાવે છે

લીલમરચા

આપણે રસોડામાં જે શાકભાજી અને મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી મોટાભાગના સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે જેના વિશે આપણે કદાચ જાણતા નથી. લીલા મરચાં વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. એક મરચામાં 109 મિલિગ્રામ વિટામિન સી હોય છે.જરુર પ્રમાણ જો મરચા ખાવામાં આવે તો તે ફાયદો કરે છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી એક લોકપ્રિય ફળ છે અને લોકો ઘણીવાર તેને ઘણા ખોરાકમાં પસંદ કરે છે. નમામી સ્ટ્રોબેરીનો બાઉલ 98 મિલિગ્રામ વિટામિન સી પ્રદાન કરે છે.જેથી વિટામિન સી માટે આ ફળનો ખાસ ઉપયોગ કરવો જોઈએઆ સાથે જ વિટામિન સી ના સ્ત્રોત તરીકે બ્રોકોલી, જામફળ, સ્પ્રાઉટ્સ, કોબીજ એ બધા વિટામિન સીથી ભરપૂર છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો ઉત્તમ સ્ત્રોત છે.