દિલ્હીઃ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ ધમધમતા હોવાથી ભારતે દુનિયા સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે. આ ઉપરાંત આતંકવાદીઓના આકાઓ પણ પાકિસ્તાનમાં શરણ લઈ રહ્યાં છે. દરમિયાન પાકિસ્તાનને મની લોન્ડરિંગ અને આતંકવાદી તત્વોને નાણા સહાય મુદ્દે ફકટો પડ્યો છે. બ્રિટને પાકિસ્તાનને અત્યંત જોખમી દેશોની યાદીમાં મુક્યું છે.
બ્રિટિશ સરકારના જણાવ્યા અનુસાર અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ 21 દેશોએ એમના નબળા કરવેરા-નિયંત્રણોને કારણે, ત્રાસવાદી તત્વોને અંકુશમાં રાખવાના અભાવ તથા ત્રાસવાદીઓને નાણાં સહાય કરવાને કારણે અને મની લોન્ડરિંગના આરોપને કારણે જોખમ ખડુ કર્યુ છે. બ્રિટને આવી પહેલી યાદી 2017માં તૈયાર કરી હતી.
બીજી તરફ બ્રિટિશ સરકારના આ નિર્ણયને પાકિસ્તાને વખોડી કાઢયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાહિદ હફીઝ ચૌધરીએ કહયું કે આ નિર્ણય હકીકતોને આધારિત નથી, પણ રાજકીય દ્રષ્ટિએ લેવાયો હોવાનો આક્ષેપ કર્યો છે.