- દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ
- મહારાષ્ટ્રમાં નવા 14 કેસ પ્રકાશમાં આવ્યા
- દેશભરમાં આ કેસની સંખ્યા 60ને પાર
- સરકારની ચિંતા વધી
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની બીજી તરંગ તો ઘીમી પડી છે પરંતુ ડેલ્ચટા પ્લસ વેરિએન્ટે લોકોમાં ભય ફેલાવ્યો છે,અત્યાર સુધીમાં, દેશના 12 રાજ્યોમાં મળતો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડેલ્ટા પ્લસના નવા કેસો 60ના આંકડાને વટાવી ગયા છે. સ્થિતિ એવી છે કે છેલ્લા એક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં 14 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ સાથએ જ હવે આ વેરિએન્ટ દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ વ્યક્ત કરવામાં આવી છે.
પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના 14 વધુ નવા કેસ મળી આવ્યા છે. અહીં ડેલ્ટા પ્લસથી અત્યાર સુધી 34 દર્દીઓને સંક્રમણ લાગ્યાં છે. એ જ રીતે, મધ્યપ્રદેશથી તપાસ માટે આવેલા નમૂનાઓમાં વધુ ત્રણ ડેલ્ટા પ્લસ સંક્રમિત મળી આવ્યા છે. આ રીતે, દેશમાં ડેલ્ટા પ્લસ કેસની કુલ સંખ્યા વધીને 66 થઈ ગઈ છે.
આ બાબતે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણએ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ, કેરળ, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસના કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ આ પ્રકારના શંકાસ્પદ હોવાનું માનવામાં આવે છે. જાણવા મળ્યું છે કે આ અઠવાડિયે આ ચાર રાજ્યોમાં ડેલ્ટા પ્લસની જાણકારીમળી શકે છે.
જો કે એક રાહતની વાત છે કે ભારતમાંથી કોરોના વાયરસનું ગામા વેરિઅન્ટ ગાયબ થઈ ગયું છે. વૈજ્ઞાનિકોએ તેની પુષ્ટિ કરતાં કહ્યું કે દેશમાં હવે ગામા વેરિએન્ટનો કોઈ કેસ જોવા મળી રહ્યો નથી. આ વેરિઅન્ટ છેલ્લા પાંચ મહિનાથી જીનોમ સિક્વન્સીંગમાં દેખાઈ રહ્યો નથી.