Site icon Revoi.in

‘વક્ફ (એમેન્ડમેન્ટ) બિલ-2024’ સંદર્ભે લોકસભાના 21 સાંસદોનો JPCમાં સમાવેશ

Social Share

નવી દિલ્હીઃ સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા ‘વક્ફ (એમેન્ડમેન્ટ) બિલ-2024’ પર વિગતવાર ચર્ચા કરવા માટે જેપીસીની રચના કરવામાં આવશે, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના વિવિધ રાજકીય પક્ષોના લોકસભાના 21 સાંસદોનો સમાવેશ થશે.
રાજ્યસભાના વિવિધ રાજકીય પક્ષોના 10 સાંસદો પણ આ JPCમાં સામેલ થશે.

કેન્દ્રીય લઘુમતી અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શુક્રવારે ગૃહમાં લોકસભામાં સમાવિષ્ટ 21 સાંસદોના નામનો પ્રસ્તાવ મૂકતા કહ્યું હતુ કે, તેઓ ‘વક્ફ (સુધારા) બિલ-2024’ને સંયુક્ત સમિતિને મોકલવા માંગે છે. જેમાં જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા, અભિજીત ગંગોપાધ્યાય, ડીકે અરુણા, ગૌરવ ગોગોઈ, ઈમરાન મસૂદ, મોહમ્મદ જાવેદ, મૌલાના મોહીબુલ્લાહ, કલ્યાણ બેનર્જી, એ રાજા, કૃષ્ણા દેવરા, લવલુ, કૃષ્ણા દેવુનો સમાવેશ થાય છે. લોકસભાના કુલ 21 સભ્યો અને રાજ્યસભાના 10 સાંસદોનો સમાવેશ થવો જોઈએ, જેમાં દિલેશ્વર કામત, અરવિંદ સાવંત, એમ સુરેશ ગોપીનાથ, નરેશ ગણપત મ્સ્કે, અરુણ ભારતી અને અસદુદ્દીન ઓવૈસીનો સમાવેશ થાય છે.

આ માટે તેમણે રાજ્યસભામાંથી 10 સાંસદોના નામ માંગવા માટે લોકસભામાં પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જેપીસી સભ્યોના નામની સાથે કિરેન રિજિજુએ લોકસભામાં એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે આ સમિતિએ બિલ પર વિચાર કર્યા બાદ સંસદના આગામી સત્રના પહેલા સપ્તાહના છેલ્લા દિવસે પોતાનો રિપોર્ટ સોંપવો જોઈએ. લોકસભાએ ધ્વનિ મત દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.