Site icon Revoi.in

રાજ્ય સરકારના અધિકારીઓ માટેના સ્પીપાના તાલીમ અભ્યાસક્રમમાં CM ડેસ્ક બોર્ડનો સમાવેશ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે કાર્યરત સી.એમ.થી સીટીઝનને જોડતાં સીએમ ડેશબોર્ડની સુશાસનમાં ભૂમિકા અને કામગીરીનો ગુજરાત સરકારના અધિકારીઓને તાલીમ આપતી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)ના તાલીમ કોર્ષમાં સમાવેશ કરવાનો નિર્ણય સરકારે કર્યેા છે.

અમદાવાદમાં આવેલા  સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)માં અધિકારીઓને વહિવટી તાલીમ આપવામાં આવતી હોય છે.  સુશાસન– ગુડ ગવર્નન્સને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારના અધિકારીઓને હવે સીએમ ડેશબોર્ડ દ્રારા કરવામાં આવી રહેલી રિયલ ટાઇમ મોનિટરીંગની કામગીરી સાથે જોડવાના ઉમદા હેતુથી  સ્પીપાના તાલીમ અભ્યાસક્રમમાં સી.એમ. ડેશબોર્ડની ભૂમિકા–કામગીરને સમાવવામાં આવશે. સી.એમ. ડેશ બોર્ડ અને જનસંવાદ કેન્દ્રની સમગ્રતયા કામગીરીથી માહિતગાર કરવા સ્પીપા દ્રારા અધિકારીઓને અપાતી તાલીમમાં ડેશબોર્ડના કયા કયા ઇન્ડિકેટર્સનો સમાવેશ કરવા સહિતની કામગીરી સમજવા આજે સ્પીપાના અધિકારીઓને સીએમ ડેશબોર્ડ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં ઉદ્દઘાટન સત્રમાં મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી ડી.એચ. શાહે સીએમ ડેશબોર્ડની કામગીરી, રિયલ ટાઇમ મોનિટરીંગ સીસ્ટમ, ગુડ ગવર્નન્સમાં ડેશબોર્ડની ભૂમિકા, રાજયકક્ષાની અને જિલ્લા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓ સાથે સી.એમ. ડેશબોર્ડનું સંકલન–જોડાણ સહિતની કામગીરીથી સ્પીપાના અધિકારીઓને માહિતગાર કર્યા હતા. ગુજરાતમાં 26 સરકારી વિભાગો, અંબાજીથી ઉમરગામ અને કચ્છથી દાહોદ સુધીના તમામ 23 જિલ્લા, 249 તાલુકા, શહેરો અને 18 હજારથી વધુ ગામડાંઓમાં છેવાડાના વિસ્તારોમાં યોજનાના લાભો, વિકાસના કામો, ફળ કયારે, કેવી રીતે , કોને મળ્યાં છે, પહોંચ્યા છે કે નહીં તેની જાણ કેવી રીતે થાય તેના હકીકતલક્ષી પ્રતિભાવો કેવી રીતે સીધી વાત કરીને સેંકડોમાં એક જ કિલકથી મેળવી શકાય તે વાતને કેન્દ્રમાં રાખવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના મનમાં વિચાર આવ્યો હતો. એટલું જ નહીં આ વિચારને મૂર્તિમતં કરવા ટેકનોસેવી અધિકારીઓ સાથે બેઠક કરીને દિશા આપી તેના પરિણામ સ્વરૂપે મુખ્યમંત્રીના નિવાસસ્થાને, ગાંધીનગર ખાતે 2018થી સી.એમ. ડેશબોર્ડના નામે દેશમાં પ્રથમવાર એક નવી જ સંપૂર્ણ ટેકનોલોજી આધારિત વ્યવસ્થાનો પ્રારભં થયો હતો.

રાજયના મોટાભાગના તમામ વિભાગોનો અધિકારીઓ જેવાં કે સચિવ, વિભાગના વડા અને ફિલ્ડમાં કામ કરતાં અધિકારીઓ આ સીએમ ડેશબોર્ડના માધ્યમથી જોડાયેલા છે. સ્પીપા અમાદવાદ અને ગાંધીનગર મુખ્ય 18 જેટલાં અધિકારીઓની ગાંધીનગર ખાતે યોજાયેલી એક દિવસીય તાલીમમાં સીએમ ડેશબોર્ડની કામગીરીથી માહિતગાર કર્યા હતા. અને તાલીમ અભ્યાસક્રમમાં કઇ કઇ બાબતનો સમાવેશ કરવો તેની ચર્ચા વિચારણાં કરવામાં આવી હતી.