Site icon Revoi.in

વર્લ્ડ હેરિટેજ સાઈટની કામચલાઉ યાદીમાં દેશના ત્રણ સ્થળોનો સમાવેશ

Social Share

અમદાવાદ:યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન) વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં ભારતના ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમાં મોઢેરા ખાતેનું ઐતિહાસિક સૂર્ય મંદિર, ગુજરાતના વડનગર શહેર અને ત્રિપુરામાં ઉનાકોટી પર્વતમાળામાં આવેલ ખડક શિલ્પોનો સમાવેશ થાય છે.

મંગળવારે સાંજે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ દ્વારા ત્રણેય સ્થળોની તસવીરો શેર કરી અને લખ્યું, ભારતને અભિનંદન.યુનેસ્કોની અસ્થાયી યાદીમાં ભારતમાંથી ત્રણ સ્થળો ઉમેરવામાં આવ્યા છે, જે ભારતીય સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપશે.

બીજી તરફ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ ટ્વિટ કર્યું, આ પગલું ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપશે. આ સાથે, ભારત પાસે હવે યુનેસ્કોની કામચલાઉ સૂચિમાં 52 સાઇટ્સનો સમાવેશ થઇ ચુક્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડનગર અને મોઢેરાના સૂર્ય મંદિર સાથે ત્રિપુરામાં આવેલ ઉનાકોટીના શિલ્પનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચિ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિ દર્શાવે છે અને આપણા વારસાની વિશાળ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.