Site icon Revoi.in

બનાસકાંઠામાં ખેડુતોને વાડી-ખેતરના સેઢે ઊભેલા લીંબડામાંથી લીંબોળીની 2000 બોરીની આવક,

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો પછાત ગણાય છે. છતાં જિલ્લાના મહેનતકશ ખેડુતો કૃષિ અને પશુપાલન ક્ષેત્રે રોજગારી મેળવી રહ્યા છે. જિલ્લાના કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમજ પશુપાલનને લીધે દૂધના ઉત્પાદનમાં પણ જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. હવે ખેડૂતો તેમની આવક વધારવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ખેતરના સેઢે ઊભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યાં છે અને લીંબોળીનો મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. ત્યારે ખેડૂતો મજૂર વર્ગ લીંબોળીનું વેચાણ કરી આવાક મેળવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેડુતો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, અને તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. આ સાથે લીંબોળીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. થરાદ માર્કેટ યાર્ડ બહાર જૂન અને જુલાઈમાં લીંબોળી લેવા વેપારીઓ આવતાં હોય છે. જેમાં થરાદ માર્કેટ યાર્ડ બહાર રોજ લાખો રૂપિયાની લીંબોળીનો વેપાર થાય છે. છેલ્લા દસ વર્ષમાં લીંબોળીની માંગમાં ખૂબ જ વધારો થયો છે. જેના કારણે ખેડૂતોના ખેતરના સેઢે ઊભેલા લીમડા પણ હવે ખેડૂતો માટે આવકનો સ્ત્રોત બની ગયો છે.

બનાસકાંઠાના ઘણા ખેડુતો દર વર્ષે  લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. ખેતરોની આજુબાજુમાં આવેલા લીંમડા પરથી નીચે પડતી અને વેસ્ટ જતી લીંબોળી એકઠી કરે છે. અને સિઝનમાં માર્કેટ યાર્ડ બહાર વેપારીઓ લીંબોળીની ખરીદી કરતા હોય છે. લીબોળીની આવકને લીધે હવે ખેડુતો પોતાની વાડી-ખેતરના શેઢે લીંબડાના વૃક્ષો પણ વાવી રહ્યા છે. લીમડાંના વૃક્ષોને લીધે સેઢાનું ધોવાણ થતુ નથી. અને ખેડુતોને લીંબોળીની આવક પણ થાય છે. જિલ્લાના થરાદ માર્કેટ યાર્ડ બહાર વરસાદની સિઝન શરૂ થતા જ લીંબોળીની આવક શરૂ થઈ જાય છે. જેમાં થરાદ આજુબાજુના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો લીંબોળી વીણી વેચવા આવતા હોય છે. દર વર્ષે જૂન અને જુલાઈમાં લીંબોળીની આવક શરૂ થાય છે. જેમાં થરાદ ખાતે રોજની 2 હજાર બોરી જેટલી આવક થાય છે. તેમજ 300થી 400 રૂપિયાના પ્રતિ 20 કિલોના ભાવ ઉપજતા હોય છે. થરાદથી લીંબોળી ભારતના અનેક રાજ્યમાં જેમકે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને એમપી વિસ્તારમાં જાય છે અને ગુજરાતની પણ બે મિલોમાં નિકાસ થાય છે.