1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની 36000 મણની આવક, સારા ભાવથી ખેડુતોને રાહત
રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની 36000 મણની આવક, સારા ભાવથી ખેડુતોને રાહત

રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની 36000 મણની આવક, સારા ભાવથી ખેડુતોને રાહત

0
Social Share

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં હાલ રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે, ખેડુતોને સારા ભાવ મળતા હોવાથી રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા ખેડુતો પણ ખેત પેદાશો વેચવા માટે આવી રહ્યા છે. અગાઉ જીરૂ સહિતની જણસીઓની રેકોર્ડબ્રેક આવક થયા બાદ ગુરૂવારે યાર્ડમાં 18 હજાર ભારી એટલે કે 36 હજાર મણ જેટલા લાલ મરચાની આવક થઈ હતી. વહેલી સવારથી યાર્ડમાં 600 કરતા વધુ વાહનોની લાઈનો લાગી ગઈ હતી. ગુરૂવારે મરચાની હરાજીમાં 1,600થી 4,000 સુધીનાં ભાવ બોલાયા હતા. જોકે, દેશી મરચાંની આવક પ્રમાણમાં ઓછી હતી.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ગોડલ અને રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની સારીએવી આવક થઈ રહી છે. ગુરૂવારે રાજકોટ યાર્ડમાં નવા લાલ મરચાની 18,000 ભારી એટલે કે 36 હજાર મણની આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વિવિધ જણસીના સારા ભાવ ઉપજતા હોવાના કારણે આસપાસના વિસ્તાર તથા અન્ય જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવી રહ્યા છે. જેમાં લાલ મરચું વેચવા ખેડૂતો મોટી સંખ્યામાં આવી પહોંચ્યાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી વાહનોની લાંબી લાઈનો લાગતા વાહનોને ક્રમવાર પ્રવેશ આપી મરચાંની ઉતરાઈ કરાવવામાં આવી હતી. હાલ મરચાની સીઝન ધમધોકાર હોય તેમ આવકોનો પ્રવાહ ચાલુ રહ્યો છે. અને છેલ્લા થોડા સમય દરમિયાન હજારો ભારી ઠલવાતી રહી છે. ગુરૂવારે પણ મરચા ભરેલા અંદાજીત 600 જેટલા વાહનોની લાઈન લાગતા યાર્ડના સતાવાળાઓએ વ્યવસ્થા સંભાળી હતી.

યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગુરૂવારે યાર્ડમાં 18,000 ભારી મરચા ઠલવાયા હતા. જેમાં નાના-મોટા 600 વાહનોની લાઈનો લાગી હતી. જેને પગલે યાર્ડના ચેરમેન જયેશ બોઘરા સહિતના ડાયરેકટરો વ્યવસ્થા સંભાળવા માટે દોડી ગયા હતા. વાહનોને કતારબંધ રાખીને પ્રવેશ અપાવ્યો હતો. હરરાજીમાં રૂ. 1600થી4000 સુધીના ભાવ ઉપજતા ખેડુતોને રાહત તઈ હતી. જોકે આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે દેશી મરચાની આવકો ઓછી છે. પરંતુ અન્ય જાતના મરચાંની આવક ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code