- મથુરાના રિક્ષા ચાલકને આવકવેરા વિભાગે કરોડોનો દંડ ફટકાર્યો
- રિક્ષા ચાલકનું વાર્ષિક ટર્ન ઓવર 43.40 કરોડ
લખનૌ- શું તમે ક્યારેય રિક્ષા ચાલકને કરોડોનો દંડ ફટકાર્યો હોય તેમ સાંભળ્યું છે, જો નહી તો હવે સાંભળી લો, કારણ કે મથુરામાં આવકવેરા વિભાગે એક રિક્ષા ચાલકને 3.43 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ રિક્ષા ચાલક અને તેનો પરિવાર ખૂબ નારાજ થયો છે. જ્યારે તે ઈન્કમટેક્સ ઓફિસમાં ગયો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના નામે છેતરંપિંડી થઈ છે. આ પછી તેણે થાણા હાઈવેમાં ફરિયાદ કરી છે. આ અંગે પોલીસે તપાસ કરવાનું જણાવ્યું છે.
વાત જાણે એમ છે કે, થાણા હાઇવેની અમર કોલોનીમાં રહેતા પ્રતાપચંદ્ર રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા છ મહિનાથી, તે પોસ્ટલ વિભાગ અને પાન કાર્ડ મેળવવા માટે જાહેર સુવિધા વિભાગોના ચક્કર લગાવી રહ્યો હતો. જ્યાં જન સુવિધા કેન્દ્રમાંથી સંજય નામના યુવકે તેમને પાન કાર્ડ આપ્યું હતું, પરંતુ ત્રીજા દિવસે આવકવેરા વિભાગની નોટિસ તેમના ઘરે આવી પહોંચી હતી.
નોટિસમાં ત્રણ કરોડ 43 લાખ રૂપિયા તેના પર લેણાં દર્શાવીને તેને ચૂકવવાની સૂચના આપવામાં આવી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જીએસટી મુજબ તેમનું વાર્ષિક ટર્નઓવર લગભગ 43 કરોડ 40 લાખ રૂપિયા છે. તેના આધારે તેણે 3.43 કરોડનો આવકવેરો જમા કરાવવો પડશે. આ નોટિસથી રિક્ષાચાલકના હોશ ઉડી ગયા હતા
બીજી બાજુ, આવકવેરા વિભાગના અધિકારીઓ પણ રિક્ષાચાલકનું ઘર અને તેની આર્થિક સ્થિતિ જોઈને માની ગયા છે કે તેનો વિતેલા કાળમામ કોઈ આ પ્રકારનો બિઝનેસ ન જ હોઈ શકે,પરંતુ વિભાગીય ફાઈલમાં તેના નામે કરોડોના વેપારનો ઉલ્લેખ કરાયો છે.
આ સમગ્ર બાબતને લઈને રિક્ષાચાલકે જણાવ્યું કે જ્યારે તેણે આ અંગે આવકવેરા અધિકારીઓને જાણ કરી ત્યારે અધિકારીઓએ કહ્યું કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે પરંતુ તે આ અંગે કંઇ કરી શકતો નથી, જ્યાં સુધી આ કેસમાં પોલીસ રિપોર્ટ પૂર્ણ ન થાય. આ અંગે રિક્ષા ચાલકે હાઈવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
रिक्शा चालक ने बताया कि जब उसने इस बारे में इनकम टैक्स अधिकारियों को जानकारी दी तो अधिकारियों का कहना था कि उसके साथ धोखाधड़ी हुई है लेकिन वह इस बारे में कुछ नहीं कर सकते, जब तक इस मामले में पुलिस रिपोर्ट की कार्रवाई पूरी न हो जाए। इस पर रिक्शा चालक ने थाना हाईवे में शिकायत की है।
अपने शहर की खबरों से अपडेट रहने के लिए पढ़ते रहिए amarujala.com । अमर उजाला आगरा के फेसबुक पेज को लाइक और फॉलो करने के लिए यहां क्लिक कर सकते हैं।