આવકવેરા વિભાગઃ 19 દિવસમાં 7.23 લાખ કરદાતાઓને વ્યક્તિગત આવકવેરા રિફંડ ચુકવાયું
- 2021-22માં 7.39 લાખ કરદાતાઓને રૂ. 5649 કરોડ પરત કરાયાં
- કોર્પોરેટ ક્ષેત્રમાં 15,206 કરદાતાઓને રૂ. 2,577 કરોડનું રિફંડ
દિલ્હીઃ ભારતમાં ચાલુ નાણાકીય વર્ષે લાખો લોકોએ રિર્ટન ફાઈલ કર્યાં છે. દરમિયાન આઈટી વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 7.39 લાખ કરદાતાઓને રૂ. 5649 રિફંડ કર્યાં છે. ગત નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને રૂ. 2.62 લાખ કરોડનો ટેક્સ રિફંડ જારી કર્યો હતો. જ્યારે વર્ષ 2019-20માં 1.83 લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતું.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે 1લી એપ્રિલથી 19મી એપ્રિલના સમયગાળામાં 5649 કરોડ રિફંડ કરવામાં આવ્યાં છે. 7.23 લાખ કરદાતાઓને રૂ.3073 કરોડનું વ્યક્તિગત રિફંડ આપવામાં આવ્યું છે. આવી જ રીતે કોર્પોરેટર ક્ષેત્રમાં 15205 કરદાતાઓને રૂ. 2577 કરોડનું રિફંડ આપવામાં આવ્યું છે. આ અંગે આવકવેરા વિભાગે ટ્વીટ મારફતે જાણકારી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી ભારત કરોના મહામારી સામે લડી રહ્યું છે. આ સમયગાળામાં પણ મોટી સંખ્યાએ ઈન્કમટેક્સ રિર્ટન ફાઈલ કર્યું હતું.