અમદાવાદ અને કચ્છમાં આવકવેરા વિભાગના દરોડા, 18 સ્થળો ઉપર સર્વે
અમદાવાદઃ આવકવેરા વિભાગે અમદાવાદ અને કચ્છમાં મોટાપાયે દરોડા પાડ્યાં હતા. સ્ટીલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવ્યાં હતા. આવકવેરા વિભાગની ટીમોએ 18 સ્થળ ઉપર તપાસનો ધમધમાટ તેજ કર્યાં છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે IT વિભાગ સતર્ક થઇ રહ્યુ છે. IT વિભાગે ગુજરાતમાં અમદાવાદ અને કચ્છમાં 18 જગ્યા ઉપર તપાસ શરુ કરી છે. દરોડાની કાર્યાવાહીમાં 100થી વધારે અધિકારીઓ જોડાયાં હતા. દરોડાની કાર્યવાહીને પગલે અન્ય એકમોના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગના દરોડા અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા છે. આવકવેરાના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યાં હતા.