અમદાવાદમાં જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા
અમદાવાદઃ આવકવેરા વિભાગે શહેરના જાણીતા ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. આવકવેરા વિભાગના અધિકારીઓએ 35થી વધારે સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જાણીતા જૂથના માલિક અને તેમની સાથે સંકળાયેલા લોકો ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. તેમજ જૂથના વ્યવસાયના સ્થળો ઉપર પણ પોલીસ સુરક્ષા સાથે દરોડા પાડ્યાં હતા. શહેરના બોપલ સહિતના વિવિધ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. દરોડાની આ કાર્યવાહીમાં 150થી વધારે અધિકારીઓ જોડાયાં હતા.
આવકવેરા વિભાગના દરોડા દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજ અને ઈલેક્ટ્રોનિક પુરાવા મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આવકવેરા વિભાગના દરોડાના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતા છે.