Site icon Revoi.in

જાણીતા મીડિયા ગૃપ દૈનિક ભાસ્કર ઉપર આવકવેરા વિભાગના દરોડા, અનેક સ્થળો ઉપર તપાસ

Social Share

દિલ્હીઃ આવકવેરા વિભાગે કરચોરીના આરોપ હેઠળ જાણીતા મીડિયા હાઉસ દૈનિક ભાસ્કર અને ભારત સમાચારના વિભિન્ન્ શહેરોમાં સ્થિત પરિસરોમાં મોટાપાયે દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. ભાસ્કર જૂથના ભોપાલ, જયપુર, અમદાવાદ અને અન્ય સ્થળો ઉપર પણ આઈટી દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત ભારત સમાચારના પ્રમોટર્સ અને એડિટર-ઈન-ચીફની ઓફિસ અને નિવાસ સ્થાન ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે, આ અંગે આવકવેરા વિભાગ તરફથી સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. દરોડાની કાર્યવાહી મુંબઈ અને દિલ્હીની ટીમ દ્વારા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. આઈટીની ટીમ દ્વારા મિડિયા હાઉસના લગભગ 22 સ્થળો ઉપર તપાસ કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમ લગભગ 6 સ્થળ પર ઉપસ્થિત છે. જે પૈકી રાજધાની ભોપાલમાં પ્રેસ કોમ્પ્લેક્સમાં પણ કાર્યાલય છે. આઈટી દ્વારા આ કાર્યવાહી એવા સમય ઉપર કરવામાં આવી છે કે જ્યારે સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ પેગાસસ જાસુસી મામલે સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ મંગળવારે આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષના સભ્યોએ પત્રકારો, નેતાઓ, મંત્રીઓ, ન્યાયમૂરિતોએ અને અન્ય લોકોની ઈઝરાઈલી પેગાસસ સ્વાઈવેયર મારફતે જાસુસી કરાવવાના આરોપ સાથે બંને ગૃહમાં જોરદાર વિરોધ કર્યો હતો. મીડિયા હાઉસ ઉપર આવકવેરા વિભાગે પાડેલા દરોડાને પગલે કોંગ્રેસના નેતાએ કેન્દ્રની મોદી સરકાર ઉપર આક્ષેપ કર્યાં હોવાનું જાણવા મળે છે.