- જૂથના સંચાલકના નિવાક સ્થાન અને ઓફિસમાં તપાસ
- તપાસના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ આવકવેરા વિભાગે મોટા મોટા જૂથો ઉપર દરોડા પાડીને કરોડોની કરચોરી શોધી કાઢી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં જાણીતા ટેલિકોમ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે સર્ચ-સર્વેની કામગીરી કરી હતી. આવકવેરા વિભાગના દરોડાના પગલે અન્ય ઉદ્યોગકારોમાં પણ ફફડાટ ફેલાયો છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટમાં જાણીતા ટેલિકોમ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. જૂથના સંચાલકના નિવાસ સ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ પણ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. આઈટીની તપાસમાં આ ગ્રુપ પાસેથી કરોડોની કરચોરી ઝડપાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ રાજકોટમાં જાણીતા જૂથ ઉપર આવકવેરાની કાર્યવાહીને પગલે અન્ય ઉદ્યોગકારો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
(PHOTO-FILE)