આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ અપાશે વધુ સુવિધાઓ, નવું ઈ-ફાઈલિંગ વેબ પોર્ટલ શરૂ કરાશે
દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે એક નવું ઈ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજુ કરવાની તૈયારી કરી રહ્યું છે જેનો ઉપયોગ આઈટીઆર ફાઈલ કરવા અને અન્ય ટેક્સ સંબંધિત માટે કરી શકાશે. નવુ વેબપોર્ટલ વધુ સગવડભર્યું હશે. હાલના વેબ પોર્ટલ એક જૂનથી 6 જૂન સુધી બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આયકર વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 17મી મેથી 15 લાખથી વધુ કરદાતાઓને 24,792 કરોડ રૂપિયાના રિફંડ આપ્યા છે. આ રકમમાં વ્યક્તિગત કર રિફંડની રકમ 7458 કરોડ રૂપિયા છે. જયારે કંપની કર હેઠળ 17334 કરોડ રૂપિયા રિફંડ કરવામાં આવ્યા છે. દરમિયાન નવું ઈ-ફાઇલિંગ વેબ પોર્ટલની સેવા શરૂ કરવામાં આવશે. જેથી વિભાગના સિસ્ટમ વિંગ દ્વારા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જુના પોર્ટલમાંથી નવા પોર્ટલ પર જવાનું કામ પૂર્ણ થઇ જશે અને 7 જૂન સુધીમાં ચાલુ થઇ જશે. કરદાતા 1 જૂન 2021થી હાલની વેબસાઈટ incometaxindiaefilling.gov.in પર લોગીન નહિ કરી શકે.
આવકવેરા વિભાગ તરફથી નવું ઓફિશિયલ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે જે 7 જૂન સુધી તૈયાર થઇ જશે. તેના પર તમે તમારા ટેક્સને લગતા તમામ કામકાજ પતાવી શકશો. અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે, કોઈ પણ સુનાવણી કે ફરિયાદની પતાવટ માટે 10 જૂન બાદની તારીખ નક્કી કરો, જેથી ત્યાં સુધી કરદાતા નવા સિસ્ટમથી સારી રીતે પરિચિત થઇ જાય. આ દરમિયાન કરદાતા અને વિભાગના અધિકારીઓ વચ્ચે નિર્ધારિત કોઈપણ કાર્ય સ્થગિત કરવામાં આવી શકે છે.