Site icon Revoi.in

ચીની મોબાઈલ કંપનીઓ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડામાં ડિજિટલ ડેટા જપ્ત

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન સાથે ચાલી રહેલા તણાવ બાદ બન્ને વચ્ચેના સંબંઘો ખરાબ થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે હાલ પર લદ્દાખ સીમા પર તણાવ વચ્ચે ચાઈના મોબાઈલ કંપનીઓ પર ઈન્કમટેક્સ વિભાહગે દરોડા પાડ્યા હોવાની ઘટના સામે આવી છે, ઉલ્લેખનીય છે કે ચીન સાથેના તણાવ વચ્ચે ભારતે કેચલીક ચીની એપ્સ પર બેન મૂક્યો હતો અને વસ્તુઓના વિરોધની લોક માંગ પણ ઉઠી હતી .

આવકવેરા વિભાગે ચાઈનીઝ મોબાઈલ ફોન કંપનીઓના પરિસરમાં દરોડા  પાડ્ય તેમાં ઓપો,જીઓમી અને વન પ્લસનો સમાવેશ થાય છે. વિભાગીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશના 10 મોટા  રાજ્યો જેવા કે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, ગુવાહાટી, ઈન્દોર, ચેન્નઈ, હૈદરાબાદ અને અન્ય શહેરોમાં આ કંપનીઓના બે ડઝનથી વધુ પરિસરમાં બુધવારે સવારથી મોડી રાત સુધી કાર્યવાહી ચલાવી હતી. કેટલીક ફિનટેક કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોબાઈલ ફોન કંપનીઓના અનેક એક્ઝિક્યુટિવ લેવલના અધિકારીઓ પણ તપાસ હેઠળ છે. હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ કંપનીઓમાંથી કરચોરી અંગે મોટી માત્રામાં ગુપ્ત માહિતી મળી આવી હતી. લાંબા સમયથી આવકવેરા વિભાગ તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું હતું. ત્યાર બાદ માહિતી મળ્યા પછી આ દરોડા પાડવાનો નિર્ણય કરાયો હતો.

ગુરુગ્રામમાં ઓપ્પો મોબાઈલ કંપનીની કોર્પોરેટ ઓફિસની સાથે વેરહાઉસ અને સીઈઓ નવનીત નાકરાના નિવાસસ્થાન અને કેમ્પ ઓફિસ પર દરોડામાં, બેનામી સંપત્તિ, ઘરેણાં, રોકડ અને ઓફડી પેપર્સ સાથે સંબંધિત પુરાવા પણ મળી આવ્યા છે. ઓપ્પોના સીઈઓ નાકરા અગાઉ એપલના સીઈઓ હતા. હેમિલ્ટન કોર્ટના ગ્લેરિયા માર્કેટ ખાતેના તેમના નિવાસસ્થાન અને કેમ્પ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

દરમિયાન, ઓપ્પો કંપનીએ મીડિયાને કહ્યું કે રોકાણ ભાગીદાર તરીકે તે ભારતના કાયદાનું સન્માન કરે છે. કંપનીએ દરોડા દરમિયાન ટેક્સ અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવાનું વચન પણ આપ્યું હતું. જીઓમી એ વિભાગને તમામ જરૂરી માહિતી આપવાનું પણ કહ્યું છે.

આ સાથે જ દિલ્હી-એનસીઆરમાં પણ મોડી રાત સુધી તપાસ, મુખ્યત્વે ઉત્પાદન એકમો નિશાના પર છે, વિભાગના સૂત્રોના જણાવ્યાપ્રમાણે , મુખ્યત્વે કંપનીઓના ઉત્પાદન એકમોને સ્કેનર હેઠળ રાખવામાં આવ્યા છે. આ સિવાય આવકવેરા અધિકારીઓની એક ટીમ કેટલાક કોર્પોરેટ અને વિતરણ એકમો પર પણ તપાસ કરી રહી છે.ત્યારે હજુ પણ આ કાર્યવાહી દરમિયાન કેટલીક વિગતો કે સામગ્રી જપ્ત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે