Site icon Revoi.in

રાજસ્થાનના જયપુર અને કોટામાં જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

Social Share

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે રાજસ્થાનમાં સપાટો બોલાવીને જેમ્સ-જ્વેલરી, હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલ જયપુર સ્થિત ગ્રુપમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન રૂ. 150 કરોડની કરચોરી ઝડપાઈ હોવાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ પણ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગની ટીમે બિઝનેસ ગ્રુપના ત્રણ ડઝનથી વધુ સંકુલોમાં દરોડા પાડ્યાં હતા. જયપુર અને કોટા જિલ્લામાં અનેક સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં આ ગ્રુપની કુલ 11 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ જપ્ત કરી હોવાનું જાણવા મળે છે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ ગ્રુપ ગ્રાહકો પાસેથી રોકડ રકમ લીધા બાદ આ અંગે નાણાકીય ચોપડામાં આ અંગે કોઈ નોંધ કરવામાં આવતી ન હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગ્રુપ દ્વારા ૧૫૦ કરોડ રૂપિયાથી વધુ કાળા નાણાનું સર્જન કર્યુ છે. ગ્રાહકો પાસેથી મળતી રોકડ રકમમાંથી લોકોને રોકડમાં લોન આપવામાં આવતી હતી અને તેના પર ઉંચા દરે વ્યાજ વસુલ કરવામાં આવતું હતું.