- શિયાળામાં બાજરી ખાવી ઉત્તમ ખોરાક ગણાય છે
- આ સાથે જ તલ ગોળ જેવો ખોરાક પણ ખાવો જોઈએ
શિયાળાની મોસમ ચાલી રહી છે, આવી સ્થિતિમાં ઠંડીમાં ગરમી આપે તેવો ખોરાક ખાવો જોઈએ આજે એવી ઘણી વસ્તુઓ વિશે વાત કહીશું તે જેને ખાવાથઈ ભર ઠંડીમાં પણ તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે જેનાથી તમે શરીરનું તાપમાન ઊંચું રાખી શકો છો. આને ખાવાથી તમારે ખાંસી અને શરદી જેવી સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
બાજરી
શિયાળામાં બાજરીના રોટલા ખાશો તો તમે ચોક્કસ તંદુરસ્ત રહી શકશો.બાજરીમાં ભરપૂર માત્રામાં ફાઇબર, એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. તે ઘણા રોગો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બાજરી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે આપણને ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે. શિયાળામાં બાજરીનું નિયમિત સેવન કરવું જોઈ
દેશી ઘી
શિયાળાની ઋતુમાં ઘીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. ઘી શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. ઘીમાં અનેક પૌષ્ટિક તત્વો હોય છે. ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે, જેના કારણે આપણે રોગોથી દૂર રહીએ છીએ.
આદુ-મસાલા વાળી ચા
તલનું સેવન
તલનું સેવન શિયાળામાં ગુણકારી ગણાય છે કારણ કે તે પાચનક્રિયા સુધારવા અને કબજિયાતની સમસ્યાને દૂર કરવા મદદરુપ થાય છે. તલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. શિયાળાની ઋતુમાં બળતરાની સમસ્યા સામાન્ય બની જાય છે, તેથી તલમાં હાજર બાયોએક્ટિવ કમ્પાઉન્ડ પ્રોઇનફ્લેમેટરી રસાયણોના ઉત્પાદનને અટકાવે છે. શરીરને ગરમ રાખવા માટે પણ તલ ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.