Site icon Revoi.in

માછીમારોના મૃત્યુની પરિસ્થિતિમાં વળતરની મર્યાદામાં વધારો

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, માછીમારોનુ મૃત્યુ થાય તે પરિસ્થિતિમાં પાંચ લાખ વળતર આપવામાં આવશે. અગાઉ માછીમારોનું મૃત્યુ થાય તે પરિસ્થિતિમાં એક લાખ રૂપિયા વળતર આપવામાં આવતું હતું, જે વધારીને હવે પાંચ લાખ કરી દેવામાં આવ્યું છે. કોલકત્તા ન્યૂ ટાઉનમાં બિસ્વ બંગલા કન્વેન્શન સેન્ટરમાં 13માં ભારતીય મત્સ્ય પાલન મંચનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્રી પુરષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું હતું.

13મું ભારતીય મત્સ્ય પાલન સંમેલન આવતીકાલે 25 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. કેન્દ્રીય મત્રી પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, ‘સરકારે માછીમારો માટે અનેક વીમા યોજનાની શરૂઆત માટે અનેક પહેલ કરી છે. સરકાર તેમના માટે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ક્રેડિટ કાર્ડની શરૂઆત કરશે. દેશમાં 3 કરોડ માછીમાર પરિવાર છે અને દેશની તટીય રેખા 8 હજાર કિલોમીટર લાંબી છે. માછલીની નિકાસ અને તેનો ઉદ્યોગ કારોબાર 60 હજાર કરોડ રૂપિયાનો. સરકાર આ કારોબાર વધારીને 1 લાખ કરોડ રૂપિયા સુધીનો કરવાનું લક્ષ્ય રાખી રહી છે.’