Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસમાં વધારોઃ- 24 કલાકમાં 20,551 કેસ નોંધાયા, 70 દર્દીઓના થયા મોત

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં વઘધટ સામે આવી રહી છે છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસો 17 હજારથી વધુ આવી રહ્યા છે ત્યારે ફરી 24 કલાકમાં કોરોનાના કેસો 20 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે.

જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આવેલા આંકડા પ્રમાણે, 20 હજાર 551 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે તો આ સમાન સમયગાળા દરમિયાન 70 દર્દીઓે જીવ ગુમાવ્યા છે.

જો દેશમાં સક્રિય કેસોની સંખ્યા વિશએ જાણીએ તો હાલ તે 1 લાખ 35 હજાર 364 પર જોવા મળે છે.આ સાથે જ કોરોનાના નવા નોઁધાતા કેસથી વધુ દર્દીઓ સાજા થી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના 21 હજાર 595 લોકો સાજા થયા છે.

જો દેશમાં દૈનિક સંક્રમણ વિશે વાત કરીએ તો તે દર પણ વધીને 5.14 ટકા થયો છે. સક્રિય કેસ 1,35,364 છે.જો દેશવ્યાપી રસીકરણ વિશે વાત કરીએ તો  છેલ્લા 24 કલાકમાં 36,95,835 રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 2,05,59,47,243 રસીકરણ કરવામાં આવ્યું છે.