અમદાવાદઃ આધુનિક જમાનામાં મોબાઈલ ફોનનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ સાઈબર ક્રાઈમના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં એક વર્ષમાં 2015ના આઈટી એક્ટ અને અન્ય આઈપીસીની કલમ હેઠળ 300 જેટલા ગુના નોંધાયાં છે. જેમાં સૌથી વધારે સાઈબર ફ્રોડનો ભોગ સુરત અને અમદાવાદના લોકો બન્યાં છે. ગુજરાત સાઈબરક્રાઈમના ગુનામાં દેશમાં 12માં ક્રમે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં એક વર્ષમાં સાઈબર ક્રાઈમના 300 ગુના નોંધ્યા હતા. આ ગુનાઓ પૈકી 55 લોકો ઓનલાઇન છેતરપિંડી અને 60 એટીએમ ફ્રોડનો ભોગ બન્યા હતા. અમદાવાદમાં વર્ષે 45 ટકા અને સુરતમાં 59 ટકાના દરે ગુનાઓ વધી રહ્યાં છે.
ગુજરાતમાં સાઈબર ક્રાઈમના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સરકાર દ્વારા સરકારે સાયબર સેલ અને સાયબર પોલીસ સ્ટેશન બનાવ્યા છે. ઓનલાઈન છેતરપીંડી અને એટીએમના ફ્રોડના બનાવોમાં રાજ્યમાં વધારો થયો છે. આ બનાવોમાં માત્ર 25 ટકા સુધીની રિકવરી થઈ છે. જ્યારે 75 ટકા બનાવમાં ઝડપથી લોકોએ ગુમાવેલા નાણાં પરત લાવી શકાતા નથી. બીજી તરફ બેંકે પણ આવા બનાવો ન બને તે માટે એક્ટિવ બની છે અને એસએમએસ કે મેઇલ કરીને ગ્રાહકોને છેતરાઇ જતા બચાવતા મેસેજ કરે છે.