Site icon Revoi.in

ભારતમાંથી સંગીતના સાઘનોની નિકાસમાં વધારો, વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે અનેક સાહસિકોએ આત્મનિર્ભર બન્યાં છે. દરમિયાન આઠ વર્ષના સમયગાળામાં સંગીતના સાઘનોની નિકાસમાં વધારો થયો છે. વર્ષ 2014માં લગભગ 49 કરોડની કિંમતના સંગીતના સાધોનોની નિકાસ કરવામાં આવી હતી. જેની સરખામણીએ વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગીતનાં સાધનોની ભારતની નિકાસમાં થયેલી વૃદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી. 2013ના સમાન સમયગાળાની સરખામણીએ એપ્રિલ-સપ્ટેમ્બર 2022માં ભારતની સંગીતનાં સાધનોની નિકાસ વધીને 3.5 ગણીથી વધુ થઈ હતી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “આ પ્રોત્સાહક છે. વિશ્વભરમાં ભારતીય સંગીતની લોકપ્રિયતા સાથે, આ ક્ષેત્રમાં આગળ વધવાની મોટી તક છે.”