દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામન કરી રહ્યાં છે. જેથી આ પરિસ્થિતિને ખાળવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષા રોપણને મહત્વ આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન 2019ની સરખામણીએ વનવિસ્તારમાં વધારો થયો છે. 25 ટકા હિસ્સો વધ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્તમ માહિતી અનુસાર ભારતના વન વિસ્તાર અંગેના 2021ના નવા અહેવાલમાં દેશમાં વન વિસ્તારમાં વધારો થયો હોવાનું જણાવ્યું છે. આ અહેવાલ મુજબ દેશના કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી 25 ટકા જેટલા હિસ્સામાં વન વિસ્તાર વધ્યો છે. જે 2019ની તુલનામાં 2261 ચોરસ કિલોમીટરનો વધારો દર્શાવે છે.
વન સર્વેક્ષણના મહાનિદેશક અનુપસિંહે જણાવ્યું હતું કે, ખાસ કરીને વન વિસ્તારમાં થયેલા વધારાથી કાર્બન ઉત્સર્જનના પ્રમાણમાં ઘટાડો નોંધાશે. આ વન વિસ્તારના વિસ્તરણથી જંગલમાં રહેતા પશુ પક્ષી અને પ્રાણીઓ તેમજ વન્ય પેદાશોમાં પણ વધારો જોવા મળશે.