નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. બીજી તરફ આતંકી ઘટનાઓની સાથે ગુનાખોરીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, દરમિયાન પીઓજેકેમાં કાશ્મીરીઓને શોધીને નિશાન બનાવીને તેમની હત્યા કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ લગાવ્યો છે.
યુનાઈટે કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, પાકિસ્તાન અને તેમના કબજાવાળા કાશ્મીરમાં કાશ્મીરીઓની હત્યાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી હોય તેમ આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી, એટલું જ નહીં પીડિત પરિવારની મદદ માટે કોઈ ઠોસ પગલા પણ લેવામાં આવી રહ્યાં નથી. પીઓજેકેમાં સમાહની, ભીમ્બરમાં રહેતા ચૌધરી દાનિસની તાજેતરમાં પાકિસ્તાનના લાલા મુસા વિસ્તારમાં ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. દાનિસ ચૌધરી કારખાનમાં કામ કરી રહ્યાં હતા ત્યારે તેમની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી.
યુકેપીએનપીના કેન્દ્રીય પ્રવક્તા સરદાર નાસિક અજીજ ખાનએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને તેના કબજાવાળા વિસ્તારમાં કાશ્મીરીઓની સુરક્ષા એક ગંભીર ચિંતાનો વિષય બની ચુક્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ 2023થી અત્યાર સુધીમાં પાકિસ્તાનના વિવિધ વિસ્તારમાં અનેક કાશ્મીરીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
(PHOTO-FILE)