નૌસેનાની તાકાતમાં વધારો – રક્ષામંત્રીની હાજરીમાં ડિસ્ટ્રોયર વોરશિપ ‘મોર્મુગાઓ’ નોસેનામાં સામેલ,જાણો ખાસિયતો
- નૌસેનાની તાકત થઈ બમણી
- મોર્મુગાઓ’ નોસેનામાં સામેલ
દિલ્હીઃ- ભારતીય નૌસેનાની તાકાત દિવસેને દિવસે બમણી થતી જોવા મળી રહી છે ત્યારે એજ રોજ 18 ડિસેમ્બરે નૌસેનામાં રક્ષામંત્રી રાજનાથ સિહંની હાજરીમાં ડિસ્ટ્રોયર વોરશિપ ‘મોર્મુગાઓ’ સામેલ કરવામાં આવી છે,ચીન સાથેના તણાવ વચ્ચે ચીનને આ ભારતની ચેતવણી હશે.
આજે મુંબઈમાં ભારતીય નૌકાદળમાં સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ‘મોરમુગાઓ’ને સામેલ કરાઈ છે ‘મોરમુગાવ’ જેના દ્રારા હવે દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત થશે.
આ વિનાશક યુદ્ધ જહાજને ભારતીય નૌકાદળના ‘વોરશિપ ડિઝાઈન બ્યુરો’ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ દ્વારા બનાવવામાં આવ્યું છે. INS મોર્મુગાઓનું નામ પશ્ચિમ કિનારે ગોવાના ઐતિહાસિક બંદર શહેર પરથી રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર, ગોવાના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લઈ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને અન્ય મહાનુભાવોએ ઇવેન્ટમાં P15B સ્ટીલ્થ-ગાઇડેડ વિનાશક મિસાઇલ INS મોર્મુગાવના કમિશનિંગ સમારોહમાં હાજરી આપી હતી.આ નૌસેનાની તાકાતમાં વધારો કરશે.
આ યુદ્ધ જહાજમાં મધ્યમથી દૂર સુધી પ્રહાર કરી શકે તેવા SAM મિસાઇલ્સ વિવિધ નિશાનો સજ્જ છે.જેમાં STS મિસાઇલ, ટોર્પિડો ટયુબ અને લૉન્ચર, સબમરીન વિરોધી રોકેટ લૉન્ચર, તેમજ સુપર રેપિડ ગન માઉન્ટ ઉપરાંત કોમ્બેટ મેનેજમેન્ટ સીસ્ટીમ જોવા મળે છે.આ સાથે જ ગતિ કલાકના ૪૮ કીલોમીટરની રહેશે. આ યુદ્ધ જહાજ નૌકાદળમાં સામેલ થવાથી, નૌકાદળની તાકત ત્રણ ગણી વધી જશે.
આ INS ની લંબાઈ ૧૬૩ મીટર, પહોળાઈ ૧૭ મીટર અને ૭,૫૦૦ ટનનું ‘ડિસ્પેસમેન્ટ’ જોવા મળે છે. તેને શક્તિશાળી ગેસ- ટર્બાઇનથી ઊર્જા મળે છે.આ સહીત આ જહાજમાં ઓટોમેટેડ પાવર મેનેજમેન્ટ સિસ્ટમ, ફોલ્ડેબલ હેંગર ડોર્સ, ક્લોઝ- ઇન- વેપન સીસ્ટીમ અને બૉ-માઉન્ટેડ સોનાર સામેલ છે.