દિલ્હી- દેશની રાજઘાની દિલ્હીમાં પ્રદુષણનું સ્તર દિવસેને દિવસે વઘતુ જઈ રહ્યું છે જેને કારણે શ્વાસના દર્દીઓની સંખ્યા પણ વઘી છે તો સાથે જ આંખમાં બળતરા થવી ,ફેંફ્સાની બીમારી જેવા દર્દીઓ વખઘતા જઈ રહ્યા છે દિલ્હી સરકારે પ્રદુષણને ધ્યાનમાં રાખીને અનેક પગલા પણ લીઘા છે.
રાજધાની દિલ્હીનો કોઈ વિસ્તાર શ્વાસ લેવા માટે યોગ્ય નથી. દિલ્હીના મોટાભાગના ભાગોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 400 થી ઉપર છે એટલે કે ગંભીર શ્રેણીમાં છે. આવી સ્થિતિમાં દિલ્હીના લોકોને સૌથી ખરાબ હવામાં શ્વાસ લેવો પડી રહ્યો છે. પ્રદૂષિત હવાના કારણે સંધિવા અને સાંધાના રોગોથી પીડિત દર્દીઓમાં દર્દની સાથે લક્ષણો પણ વધ્યા છે.
અનેક મીડિયા રિપોર્ટચસ અનુસાર AIIMSના રુમેટોલોજી વિભાગના વડાએ જણાવ્યું હતું કે, તાજેતરના ભૂતકાળમાં આવા દર્દીઓની સંખ્યામાં એક ચતુર્થાંશ વધારો થયો છે, જેઓ પહેલા દવાઓના કારણે સાજા હતા, પરંતુ હવે તે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રદૂષણનું પ્રમાણ, સાંધા અને કમરની સમસ્યા વધી છે.
વઘુ જાણકારી આપતા ડોક્ટરે એમ પણ જણાવ્યું કે દર વર્ષે આ સિઝનમાં પ્રદૂષણ વધવાને કારણે કેટલાક દર્દીઓના લક્ષણો વધી જાય છે. જો કે, જ્યારે પ્રદૂષણનું સ્તર ઘટે છે, ત્યારે તેઓ પહેલાની જેમ ઠીક થઈ જાય છે. આવી સ્થિતિમાં તેમણે આવા દર્દીઓને ડૉક્ટરની સલાહ લઈને યોગ્ય સારવાર કરાવવા અપીલ કરી છે.ડોક્ટરના જણાવ્યા પ્રમાણે એક અભ્યાસમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી સતત પ્રદૂષિત હવામાં શ્વાસ લેતા હોય તેઓમાં સંધિવા જેવા સ્વયંપ્રતિરક્ષા રોગોના તત્વોમાં વધારો જોવા મળ્યો હતો.
વધારો થયેલા દર્દીઓમાં સ્વયંપ્રતિરક્ષા રોગો એ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જે રોગો સામે રક્ષણ આપે છે તે સ્વસ્થ કોષો પર હુમલો કરવાનું શરૂ કરે છે. નાક માત્ર PM 10 સાઈઝના પ્રદૂષણના કણોને પ્રવેશતા અટકાવવામાં સક્ષમ છે. જ્યારે PM 2.5 ની માત્રા અને એક માઇક્રોન જેટલા નાના કણો હવામાં વધે છે, ત્યારે તેઓ શરીરમાં પ્રવેશ કરે છે અને શ્વાસ લેતી વખતે લોહીમાં ભળી જાય છે, અને પછી જ્યારે તેઓ હૃદય અને શ્વસન માર્ગના પ્રોટીન સુધી પહોંચે છે, ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમને બહાર કાઢે છે. આ એન્ટિબોડીઝ ઘૂંટણ અથવા અન્ય સાંધાના કોષો પર પણ હુમલો કરવાનું શરૂ કરે છે. જેના કારણે સાંધાના દુખાવા અને આર્થરાઈટિસનો ખતરો વધી જાય છે.