Site icon Revoi.in

કોરોના કાળમાં હિંમતનગર પાલિકાની આવકમાં વધારોઃ વિવિધ વેરાની 9.56 કરોડની આવક

Social Share

અમદાવાદઃ સાબરકાંઠાની હિંમતનગર પાલિકાની તિજોરી કોરોના કાળમાં છલકાઈ છે અને ગયા વર્ષની સરકામણીમાં આવકમાં વધારો થયો છે. પાલિકાને મિલકત વેરાની ઐતિહાસિક રૂ. 8 કરોડથી વધુની આવક થઈ છે. આવી જ રીતે વ્યવસાય વેરા થતી રૂ. 1.55 કરોડની આવક થઈ હતી. આમ ચાલુ વર્ષે નગરપાલિકાને મિલકત વેરા અને વ્યવસાય વેરા થતી રૂ. 9.56 કરોડની આવક થઈ છે. જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ દોઢેક કરોડ વધારે હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર પાલિકા દ્વારા ચાલુ વર્ષે વિવિધ વેરાની વસુલાત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઓનલાઈન ટેક્ષ લેવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રજાના દિવસે પણ કચેરી દ્વારા ટેક્સની વસુલાતની કામગીરી કરવામાં આવી હતી. મિલકવેરા થતી પાલિકાને લગભગ 8 કરોડની આવક થઈ હોવાનું જાણવા મળે છે. આવી જ રીતે  વર્ષ 2020-21માં હિંમતનગર પાલિકાને વ્યવસાય વેરા થકી અંદાજે રૂા.1.55 કરોડની આવક મળી છે. આમ પાલિકાને ટેક્ષ તેમજ વ્યવસાય વેરો મળી કુલ રૂા. 9.56 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ છે. જેથી આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં થનારા વિકાસ કામોને પણ ગતિ મળશે તેવું પાલિકાના પદાધિકારીઓ માની રહ્યા છે.

હિંમતનગર પાલિકાને વેરા પેટે રૂ. 7.44 કરોડની આવક થઈ હતી. જેની સરખામણીમાં ચાલુ વર્ષે વેરાની આવકમાં વધારો થયો છે.