Site icon Revoi.in

રાજ્યમાં આજથી કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો – અનેક શૈૈૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટની સુવિધા કરાઈ

Social Share

અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્રારા આટીપીસીઆર ટેસ્ટમાં વધારો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેને કારણે વધુને વધુ પરિક્ષણ કરીને કોરોનાગ્રસ્ત લોકોની ભાળ મેળવી શકાય, ત્યારે હવે આ માટે શૈક્ષિક સંસ્થાઓમાં થખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતા આ શૈક્ષણિક સંસ્થાનોમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે જેથી હવે કોરોનાના પરિક્ષણ માટે જનતાએ મોટી લાઈન ન લગાવી પડે.

આ સમગ્ર બાબતને લઈને રાજ્યના આરોગ્ય કમિશનરએ કહ્યું હતું કે, રાજ્યમાં 26 શૈક્ષણિક સંસ્થાઓમાં આજથી જ આરટીપીસીઆર ટેસ્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે,જેનો આજથી આરંભ થશે, આ કવાયતથી આરોગ્ય તંત્રને મોટી રાહત મળી શકશે ,સાથે મદદ પણ મળશે.

કોરોનાનું પરિક્ષણ આ કવાયતથી બમણું થશે, ચેસ્ટમાં બે ગહણો વધારો થશએ ત્યારે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરીઓમાં મોકલવામાં આવશે.ઉલ્લખેનીય છે કે રાજ્ય સરકાર કોરોનાને પહોંચી વળવા માટે અન્ક પ્રકારના પગલા લઈ રહી છે, ત્યારે હવે ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે.

સાહિન-