ડોમેસ્ટિક ફલાઇટમાં યાત્રીઓની સંખ્યામાં વધારો – ફ્લાઈટ્સમાં 75 ટકા સીટ મર્યાદા વધારાઈ
- ડોમેસ્ટિક ફલાઇટમાં યાત્રીઓની સંખ્યામામં વધારો
- ફ્લાઈટમાં 75 ટકા સીટો વધારવા મંત્રાલયનું નિવેદન
- દિવાળી પર્વના કારણે યાત્રીઓની સંખ્યામાં વધારો
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લાગુ કરવામામં આલેવા લોકડાઉનમાં છૂટછાટ બાદ હવે ઘીરે ઘીરે અનેક સેવાઓ શરુ કરવામાં આવી રહી છે, જે હેઠળ હવે ઘરેલું વિમાન કંપનીઓએ પણ ઉડાન ભરવાનું શરુ કર્યું છે.
લોકડાઉન હટતા અને કોરોનાનું સંક્રમણ ઓછું તથા તે સાથે જ દિવાળી જેવો પર્વ નજીક આવતાની સાથે જ દેશભરના રાજ્યોમાં વિમાનમાં યાત્રા કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, યાત્રીઓની સંખ્યામાં વધારો થવાથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે.
મંત્રાલય દ્રારા લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે, ફ્લાઈટ્સની કોરોના પહેંલાની ક્ષમતાથી વધુ હવે 70થી 75 ટકા ડોમેસ્ટિક ફલાઇટ ચલાવવા અંગે પરવાનગી આપી છે , વિતેલા અઠવાડીયામાં મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, ભારતીય એરલાઇન્સ 24 ફેબુ્રઆરી સુધી કોરોનાકાળ પહેંલાની પોતાની ક્ષમતા કરતાં 60 ટકાની મર્યાદામાં જ ડોમેસ્ટિક ફલાઇટનું સંચાલન કરવામાં આવશે.
મંત્રાલય દ્વારા આજ રોજ ફરીથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, રોજેરોજની ફ્લાઈટ પર અમારી નજર છે,આવનારા દિવસોમાં દિવાળી જેવો મોટો તહેવાર હોવાથી યાત્રીઓનો ઘસારો થઈ શકે છે, જેથી કરીને યાત્રીઓની સંખ્યા વધતા અમે સીટ મર્યાદા પણ વધારતા જઈશું, આ મર્યાદા વધારીને 75 ટકા સુધી કરવામાં આવશે.
સાહીન-