Site icon Revoi.in

કોરોના મહામારી બાદ બેંકમાંથી પર્સનલ લોન લેનારાઓની સંખ્યામાં વધારો

Social Share

નવી દિલ્હીઃ દેશમાં કોરોના બાદ અર્થવ્યવસ્થા ફરીથી પાટા ઉપર ચડી છે. બીજી તરફ લોકોની આર્થિક મુશ્કેલીઓ વધતા બેંકમાંથી પર્સનલ લોન લેનારાઓની સંખ્યામાં વધારો થયો છે. બેંકોની રૂ. 123 લાખ કરોડની લોનમાં પર્સનલ લોનનો હિસ્સો 31.4 ટકા છે એટલું જ નહીં એફડી ઉપર લોન લેનારાઓની સંખ્યામાં વધારો થયો છે. ક્રેડિટ કાર્ડથી લોન લેવામાં 28.4 ટકાનો વધારો થયો છે.

અહેવાલ અનુસાર, ઓક્‍ટોબર 2021માં કૃષિ લોનનો વૃદ્ધિ દર 10.8 ટકા હતો. આ વર્ષે ઓક્‍ટોબરમાં 13.6 ટકા છે. ઉદ્યોગનો વિકાસ 3.3 થી વધીને 13.6 ટકા થયો છે. સેવાઓ માટેની લોનમાં આ વર્ષે 22.5 ટકાનો વધારો થયો છે જે એક વર્ષ અગાઉ માત્ર 2.8 ટકા હતો. વ્‍યક્‍તિગત લોનનો વિકાસ દ 12.6 ટકાથી વધીને 20.2 ટકા થયો છે.

ઉદ્યોગમાં મધ્‍યમ કંપનીઓને લોનમાં વૃદ્ધિ 31 ટકાથી વધીને 35 ટકા થયો છે. મોટી કંપનીઓનો વિકાસ દર 0.4 ટકાથી વધીને 10.9 ટકા થયો છે. સૂક્ષ્મ અને નાની કંપનીઓને લોન 20.4 ટકા વધી છે જે એક વર્ષ અગાઉ 14.6 ટકા હતી. NBFCs એ સર્વિસ સેક્‍ટરમાં મહત્તમ વૃદ્ધિ દર્શાવી છે. ગયા વર્ષે તેમાં માત્ર1.4 ટકાનો વધારો થયો હતો જે હવે 38 ટકા છે. રિયલ એસ્‍ટેટ લોનમાં 10.1 ટકાનો વધારો થયો છે, જે ગયા વર્ષે 2.2 ટકાનો ઘટાડો હતો.

ઓક્‍ટોબર સુધીમાં બેંકોની લોનમાં 17.9 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. એક વર્ષ પહેલા તે 6.8 ટકા હતો. કુલ લોનમાં મેન્‍યુફેક્‍ચરિંગનો હિસ્‍સો 27.4 ટકા અને સેવાઓનો હિસ્‍સો 27.6 ટકા છે. કૃષિનો હિસ્‍સો 13.2 ટકા છે. ઉદ્યોગના ઋણમાં મોટી કંપનીઓનો હિસ્‍સો 76.5 ટકા છે. વ્‍યક્‍તિગત સેગમેન્‍ટમાં હાઉસિંગનો સૌથી મોટો હિસ્‍સો છે, જે 49 ટકા છે. વાહનોનો હિસ્‍સ 12 ટકા છે.