અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર 2020 સુધીમાં રાજ્યમાં 2.71 વાહનો નોંધાયેલા છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 100 કિમી ક્ષેત્રફળ દીઠ નવા 3252 વાહનો ઉમેરાયાં છે. 2020-21 માં ઓકટોબર સુધીમાં રજીસ્ટર્ડ ટુ-વ્હીલરની સંખ્યા 1.98 કરોડ, ઓટો-લોડીંગ રીક્ષા 9.06 લાખ, મોટરકાર 35.28 લાખ, માલવાહક વાહનો 12.95 લાખ, ટ્રેલર્સ રૂા.99 લાખ તથા ટ્રેકટરની સંખ્યા 8.53 લાખ હતી. વાહનોની સંખ્યાની સમગ્ર દેશમાં ગુજરાતનો ચોથા ક્રમે છે
ગુજરાતમાં વસતીની દ્રષ્ટીએ જોઈએ તો એક લાખની વસ્તીએ 39523 વાહનો છે જે સંખ્યા 2015-16 માં 31716 હતી. આમ વાહનોની સંખ્યામાં 24 ટકાનો વધારો થયો છે. વર્ષ 2019-20 માં 2.67 કરોડ વાહનો હતા. દેશમાં સૌથી વધુ 12.1 ટકા વાહનો મહારાષ્ટ્રમાં છે. તામીલનાડુમાં 10.5 ટકા, ઉતરપ્રદેશમાં 10.4 ટકા, ગુજરાતમાં 8.9 ટકા તથા કર્ણાટકમાં 7.1 ટકા વાહનો છે. આ પાંચ રાજયોમાં જ દેશભરમાં નોંધાયેલા કુલ વાહનોમાંથી 49 ટકા છે. ગામડાઓમાં વાહનોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા , સુરત જેવા મહાનગરોમાં વાહનોના રજીસ્ટ્રેશનની સંખ્યા મોટી છે. વિશ્ર્વસનીય જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ ન બને ત્યાં સુધી વાહનોની સંખ્યા વધતવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ અવાર-નવાર સર્જાય છે. બીજી તરફ સરકાર પણ પરિવહન સેવામાં વધારો કરી રહી છે. જેથી લોકોને પરિવહનમાં સમસ્યા ન સર્જાય.