1. Home
  2. ગુજરાતી
  3. દિવાળીના તહેવાર પહેલા જ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં વધારો
દિવાળીના તહેવાર પહેલા જ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં વધારો

દિવાળીના તહેવાર પહેલા જ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં વધારો

0
Social Share

દિલ્હીઃ દિવાળઈનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દેશની સામાન્ય જનતા પર ફરી એક વખત મોંઘવારીનો માર પડતો જોવા મળી રહ્યો છે ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાગ ફરી ઘીરે ઘીરે વઘતા જોવા મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશની રાજઘાની દિલ્હીની વાત કરીએ તો થોડા દિવસ પહેલા 25 થી 30 રુપિયે કિલો વેંચાતી જુંગળી અચાનક જ 45 થી 55 રુપિયે કિલો મળી રહી છે ત્યારે દેશના બીજા મોટા શહેરોમાં પણ ડુંગળીના ભાવ 40 થી 509ની વચ્ચે પહોંચી ગયા છે.

ડુંગળીના ભાવમાં અચાનક વધારો થવા પાછળ ડુંગળીના વેપારીઓ પુરવઠાની અછતને જવાબદાર માની રહ્યા છે. ડુંગળીના વેપારીઓના જણાવ્યા મુજબ નવરાત્રિ પહેલા ડુંગળીનો ભાવ 25-30 રૂપિયા પ્રતિ કિલો હતો જે ત્રણ દિવસમાં વધીને 55-60 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

આજની તારીખમાં  બજારોમાં 65-70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે.  ઉપભોક્તા બાબતોના મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાંથી પાકના આગમનમાં વિલંબને કારણે, દિલ્હી એનસીઆરમાં રિટેલ ભાવ હાલમાં પખવાડિયા પહેલા 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 60 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

ડુંગળીના ભાવ વઘવાનું બીજુ કારણ એ પણ જમાવાઈ રહ્યું છે કે હાલ ડુંગળીનો પ્રવાહ ઓછો છે, પરિણામે ઊંચા ભાવ છે. આજે ભાવ રૂ. 350 પ્રતિ 5 કિલો છે. ગઇકાલે તે રૂ. 300 હતો. તે પહેલાં રૂ. 200 હતો. એક સપ્તાહ પહેલા આ ભાવ રૂ. 200, રૂ. 160 કે રૂ. 250 વગેરે હતા. ગયા અઠવાડિયે ભાવમાં વધારો થયો છે.

જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો અમદાવાદ શહેર, સુરત વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પણ જે ડુંગળી વનરાત્રી પહેલા 25 થી 30 રુપિયે કિલો વેચાતી હતી તેના ભાવ માર્કેટમાં 40થી લઈને 50 સુઘી પહોંચી ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગૃહિણીઓના બજેટ પર આ ભાવના કારણે ચોક્કસ અસર પડતી જોવા મળી છે,ડુંગળઈ એવું શાક છે જે દરેકમાં નાખવામાં આવે છે જો કે ડુંગળીના ભાવ વઘતા કિચનનો સ્વાદ ખોરવાય તો નવાઈની વાત નહી હોય.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code