Site icon Revoi.in

અમદાવાદના શરદી, ખાંસી, ફીવર અને કોલેરા સહિત વાયરલ કેસમાં થયો વધારો,

Social Share

અમદાવાદઃ શહેરમાં ઉત્તર-પૂર્વ ઠંડા પવનને લીધે લોકોમાં શરદી, ખાંસી, ફીવર અને કોલેરા સહિત કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી, બહેરામપુરા અને લાંભા વિસ્તારમાં એક-એક કોલેરાના કેસો પણ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી ઠંડીમાં પણ વધારો થતાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી, વાયરલ ફીવરના દર્દીઓની લાઈનો જોવા મળે છે. શહેરમાં 17 ડિસેમ્બર સુધીમાં ઝાડા-ઉલટીના 273, કમળાના 59, ટાઈફોઈડના 179 કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 41, ઝેરી મેલેરીયાના 15 અને ડેન્ગ્યુના 52 કેસ નોંધાયા છે.

શહેરમાં સૌથી વધુ વાયરલ બિમારીના કેસ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારના બહેરામપુરા, અમરાઈવાડી અને લાંભામાં પાણીની લાઈનો અને ગટરની લાઈનોમાં તકલીફના કારણે હવે કોલેરા પણ વકર્યો છે. આ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા છે. શહેરમાં ડિસેમ્બર મહિનામાં 8172 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 20 પાણીના સેમ્પલ અનફીટ આવ્યા છે. જ્યાં પણ પાણી આવતું હોય ત્યાં એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને લાઈનો બદલવા માટે સૂચના આપવામાં આવી છે.

એએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  ઠંડીને કારણે શરદી, ઉઘરસ અને ફીવરના દર્દીઓમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરાના કેસમાં વધારો થયો છે. તેથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. શહેરમાં 17 ડિસેમ્બર સુધીમાં ઝાડા-ઉલટીના 273, કમળાના 59, ટાઈફોઈડના 179 કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 41, ઝેરી મેલેરીયાના 15 અને ડેન્ગ્યુના 52 કેસ નોંધાયા છે.

એએમસીના હેલ્થ વિભાગના સૂત્રોએ ઉમેર્યુ હતુ. કે, મ્યુનિ.ના 85 અર્બન હેલ્થ સેન્ટર પૈકી 10 અર્બન હેલ્થ સેન્ટર (નારોલ, ઇસનપુર, આંબલી, રામોલ 1, રાજપુર, સ્ટેડીયમ, બોડકદેવ, ઇન્ડિયા કોલોની, ઓઢવ, સૈજપુર)નું નેશનલ લેવલના NATIONAL QUALITY ASSURANCE STANDARD(NQAS) માટેના સર્ટીફીકેશનની તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં કુલ 6ના પરિણામ આવ્યા છે. બીજાના પરિણામ પેન્ડીંગ છે.