Site icon Revoi.in

કડકડતી ઠંડી અને બદલાયેલા વાતાવરણને લીધે કોરોના સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો

Social Share

અમદાવાદ : રાજ્યમાં ક઼કડતી ઠંડી, અને પલટાયેલા વાતાવરણને કારણે કોરોનાની સાથે વાયરલ બિમારીએ પણ માંથું ઉચક્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના હજારો કેસોની વચ્ચે ઘરે ઘરે વાયરલ બીમારીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોમાં શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવવાની ફરિયાદ વધી છે. વાયરલના લક્ષણો જેવા જ કોરોનામાં પણ લક્ષણો હોવાથી કોરોના ટેસ્ટિંગ ડોમ પર પણ લાઈનો લાગી રહી છે. કોરોના જેવા લક્ષણો હોવા છતાં અનેકના કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે.

અમદાવાદ સહિત મહાનગરોમાં કોરોના સાથે વાયરલ બિમારીના કેસમાં વધારો થતા ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરના તબીબોના કહેવા મુજબ શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવે તો તજજ્ઞ તબીબની સલાહ લેવી જોઈએ. અત્યારે જે રીતે કોરોનાના કેસો વધ્યા છે એ જોતાં વાયરલના લક્ષણો હોય એટલે કોરોના હોવાની શક્યતા વધી જાય છે. આવા કિસ્સામાં તબીબો પણ દર્દીઓને કોરોનાનો ટેસ્ટ કરાવવાની સલાહ આપી રહ્યા છે. જેથી કોરોનાં હોય તો એવી વ્યક્તિ આઇસોલેટ થઈ શકે અને કોરોનાનું ટ્રાન્સમિશન અટકાવી શકાય. શિયાળાની સીઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના જેવા મચ્છરજન્ય રોગના કેસો નહિવત થઈ જતા હોય છે, જો કે હાલ તો રાજ્યમાં કોરોનાના હજારો કેસો સામે આવા કેસોની ગણતરી કરવી જ મુશ્કેલ છે. જો કે કોઈપણ વ્યક્તિને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનાના લક્ષણો હોય તો તજજ્ઞ તબીબનો સંપર્ક કરી, યોગ્ય સલાહ લઈ, ઈલાજ કરાવવો જોઈએ.

તબીબોના મતે ઓમિક્રોન તથા કોરોના કેસની સાથે હવે અન્ય રોગો પણ માથુ ઉંચકી રહ્યા છે. ઓમિક્રોન તથા કોરોના કેસની સાથે હવે અન્ય રોગો પણ માથુ ઉંચકી રહ્યા છે. મેલેરીયા, ચિકન ગુનિયા, શરદી, તાવ, ડેંગુના કેસો રોજના અનેક કેસ સામે આવી રહ્યાં છે. સૌથી વધુ ચીકન ગુનિયા શરદી તાવના કેસ સામે આવી રહ્યા છે. લોકો પણ અન્ય રોગોના કારણે કોરોના ટેસ્ટિંગ કરાવી રહ્યાં છે.