- ભારતમાં બાળકોને લઈને ચિંતા અમેરિકામાં સાચી પડી
- અમેરિકામાં 7 દિવસમાં અઢી લાખ બાળકો સંક્રમિત થયા
દિલ્હીઃ- વિશ્વના કેટલાક દેશોમાં હાલ પણ કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે, કોરોનાની ત્રીજી લહેરની શંકાને લઈને બાળકો માટે ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે, ત્યારે ત્રીજી તરંગમાં દેશમાં બાળકો માટે જે ભય જોવા મળ્યો હતો તે અમેરિકામાં સાચો સાબિત થતો જણાય રહ્યો છે.
અમેરિકામાં વધુમાં વધુ બાળકો કોરોનાનો ભોગ બની રહ્યા છે,અહીં કોરોનાના પ્રકોપે બાળકો પર તબાહી મચાવી છે. અત્યારે અમેરિકાની હોસ્પિટલોમાં કુલ 2 હજાર 396 કોરોના સંક્રમિત બાળકો સારવાર લઈ રહ્યા છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.
જો છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન બાળકોમાં સંક્રમણ લાગવાના 2.5 લાખથી વધુ કેસ નોંધાયા હતા તે પણ એક રેકોર્ડ છે. આ મહામારીની શરૂઆતથી એક અઠવાડિયામાં સંક્રમિત બાળકોની સૌથી વધુ સંખ્યા નોઁધાઈ છે.
હાલની જો વાત કરવામાં આવે તો અમેરિકામાં નવા કોરોના સંક્રમિતોમાં માત્ર 26 ટકા બાળકો છે. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સની માહિતી પ્રમાણે 5 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે, એટલે કે, લગભગ ચાર અઠવાડિયામાં, બાળકોમાં ચેપના 7 લાખ 50 હદજાર નવા કેસ નોંધાયા હતા. આ એક ખૂબ જ ભયાનક આંકડો છે. સદનસીબે, બાળ મૃત્યુદર ઘણો ઓછો રહ્યો છે. અત્યાર સુધીમાં કોવિડને કારણે 520 બાળકોના મોત થયા છે.
આ સાથે જ ઓગસ્ટ 2020 થી હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યા 55 હજારનો આંકડો પાર કરી ગઈ છે. યુએસ હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની માગિતી પ્રમાણે 6 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થતા અઠવાડિયામાં 369 થી વધુ સંક્રમિત બાળકોને દરરોજ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જો કે, નિષ્ણાતો બાળકોને ચેપ લાગવાનું એકમાત્ર કારણ શાળાઓ ખોલવાનું માની રહ્યા નથી. તેથી, દેશભરમાં ડેલ્ટા વેરિએન્ટના કહેરને જોતા, બાળકોની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે.