- ટ્રાન્સપરેન્ટ રેઈનકોટનો ક્રેઝ
- ફેશનને ઢંકાવા નહી દેવા યુવક-યુવતીઓ આ રેઈનકોટ કરે છે પસંદ
ચોમાસાની સિઝન આવતા જ દરેક યુવતીઓ ખુશખુશાલ થઈ જાય છે, કારણ કે વરસાદમાં પલળવું સૌ કોઈને ગમતું હોય છે જો કે વરસાદની સાથે સાથે દરેક યુવતીઓ અને યુવકોને પોતાની ફેશનનું પણ ખાસ ધ્યાન આપવાનું હોય છે, પોતાની ફેશનને લઈને તેઓ કોમ્પ્રોમાઈઝ કરવા માંગતા નથી. તેમના કપડાની ફેશન તેઓ શો અપ કરવા ઈચ્છે છે.જો કે વરસાદની ઋતુમાં આ સમસ્યા તેમના માટે મોટ સમસ્યા બને છે એક બાજુ વપસાદમાં બહાર નીકળવું અને બીજી બાજપ પોતાના કપડાની ફએશનને જીવંત રાખવી ,પોતાના શોખને જીવંત રાખવો. ત્યારે હવે આ સમસ્યાનું પણ સમાધાન આવી ચૂક્યું છે.
મોટા ભાગના યુવક અને યુવતીઓ ટ્રાન્સપરન્ટ રેઈનકોટની ખરીદી કરી રહ્યા છે, જેમાં પારદગર્શકતા હોવાથી તેઓની કપડાની ફેશન ઢંકાતી પણ નથી અને વરસાદથી પણ બચી શકાય છે.
પહેલસાના સમયમાં માત્ર કાળા કે ડાર્ક કલરના રેઈકોટ માર્કેટમાં જોવા મળતા હતા જોકે બદલતા સમય સાથએ હવે રેઈનકોટમાં પણ ફેશન જોવા મળે છે,ટ્રાન્સપરન્ટ રેઈનકોટની માર્કેટમાં મોટી ડિમાન્ડ છે, કારણ કે આ પ્રકારના રેઈનકોટ ફેશનને ઢાંકતા નથી.
ટ્રાન્સપરન્ટ ઈનકોટમાં 2 પીસ અને વન પીસ એમ બે પ્રકારના જોવા મળે છે, 2 પીસમાં પેન્ટ અને શર્ટ હોય છે જ્યારે વન પીસમાં આખું ઘુંટણ સુધીની અથવા તો નીચે પગની પેની સુધીનો રેઈનકોટ આવે છે.
આ તમામ પાણી કલરના હોવાથી આરપાર કપડાની ફએશન પણ દેખી શકાય છે,જેથી જે લોકોને ફેશનની દુનિયાનો ક્રેઝ છે તે લોકો આ પ્રકારના રેઈનકોટની પહેલી પસંદ કરે છે.આ સાથે જ યુવતીઓનો મેકઅપ જળવાઈ રહે તે માટે રેઈનકોટની કેપ પણ હોય છે જે ચહેરા પર પાણી પડતા અટકાવે છે.