Site icon Revoi.in

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓ માટેની સુવિધામાં કરાયો વધારો

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ એરપોર્ટ પર પ્રવાસીઓ માટેની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ ટર્મિનલને વિકસિત કરીને સિક્યુરિટી હોલ્ડ એરિયાથી લઇને એરોબ્રિજ અને ચેક ઇન કાઉન્ટર્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ફક્ત ટર્મિનલમાં જ નહી પરંતુ એર સાઇટ પર એટલે કે રનવે ઉપર પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે. તેમજ 14 ઇમિગ્રેશન કાઉન્ટર્સ હતા. જે હવે વધારીને 19 કરવામાં આવ્યા છે તથા મેટલ ડિટેક્ટરમાં પણ વધારો કરીને 24 કર્યા છે. એરપોર્ટ ઉપર મુસાફરોને તથા સામાનને સ્કેન કરવા માટે અગાઉ ફક્ત ચાર એક્સ-રે સ્કેનર હતા. જે હવે 14 થઈ ગયા છે. અગાઉ ફક્ત ચાર બેગેજ બેલ્ટ હતા, જેમાં હવે વધારાના 2 બેગેજ બેલ્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશના એરપોર્ટ જેવી સુવિધા આપવામાં આવી રહી છે. સાથે વિદેશી પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિનો પરિચય પણ કરાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટના ઇન્ટિગ્રેટેડ ટર્મિનલમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ ઉપર ડિઝાઇન કરવામાં આવી છે. ટર્મિનલમાં ડિપાર્ચર ગેટથી પ્રવેશ કરતાં પ્રવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિના દર્શન પણ થશે. આ ઉપરાંત ચેક ઇન કાઉન્ટર પાછળ અમદાવાદની ઝાંખી જોવા મળશે. ટોઇલેટ્સની દીવાલો ઉપર પણ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખીને અલગ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. ઉપરાંત ચેક ઇન કાઉન્ટર્સ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ પણ ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગનુ પ્રતિનિધિત્વ કરે છે. આ કાઉન્ટર્સની બહારના ભાગમાં બાંધણી અને બ્લોક પ્રિન્ટ્સની કૃતિ મુસાફરોને હળવો અનુભવ કરાવશે. વિદેશથી આવતા મહેમાનો અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ગુજરાતમાં હોવાનો અહેસાસ કરી શકશે.

શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ ટર્મિનલ-2 પર 14 ઇમિગ્રેશન કાઉન્ટર્સ હતા. જે હવે વધારીને 19 કરવામાં આવ્યા છે તથા મેટલ ડિટેક્ટરમાં પણ વધારો કરીને 24 કર્યા છે. એરપોર્ટ ઉપર મુસાફરોને તથા સામાનને સ્કેન કરવા માટે અગાઉ ફક્ત ચાર એક્સ-રે સ્કેનર હતા. જે હવે 14 થઈ ગયા છે. અગાઉ ફક્ત ચાર બેગેજ બેલ્ટ હતા, જેમાં હવે વધારાના 2 બેગેજ બેલ્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ વધારાના બેગેજ બેલ્ટ ડોમેસ્ટિક ફ્લાઇટ માટે અનામત રાખવામાં આવ્યા છે. જે ઇન્ટરનેશનલ ટર્મિનલ માટે પણ ઉપયોગમાં લઈ શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ફ્લાઇટના લેન્ડિગ બાદ મુસાફરો અરાઇવલ એરિયા પ્રવેશ કરે છે. જ્યાં અગાઉ 16 ઇમિગ્રેશન કાઉન્ટર હતા. જેમાં ઇમિગ્રેશન કાઉન્ટરનો ઉમેરો કરીને હાલમાં 24 કાઉન્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. (File photo)