Site icon Revoi.in

ભોજન કર્યા પછી હૃદયના ધબકારા વધી જાય છે? તો હોઈ શકે છે કોઈ બીમારી

Social Share

આજકાલના સમયમાં મોટાભાગના લોકોને કોઈને કોઈ બીમારી તો હોય છે જ, કેટલાક લોકો ડાયાબિટીસની સમસ્યાથી હેરાન થતા હોય તો કેટલાક લોકો બ્લડ પ્રેશરની બીમારીથી.આવામાં કેટલાક લોકોને એવી પણ બીમારી હોય છે કે જેના કારણે તે લોકોને જમ્યા પછી એવો અનુભવ થતો હોય છે કે જમી લીધા પછી તેમના હૃદયના ધબકારા વધી જતા હોય છે.

જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય તો તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, પણ પગલા લેવાની જરૂર છે. જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય તે લોકોએ સૌથી પહેલા ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ અને પોતાની સમસ્યાનો નિકાલ લાવવો જોઈએ.

જ્યારે ધબકારા ઝડપી હોય ત્યારે હૃદય ઝડપથી કામ કરે છે. ઝડપી ધબકારા તમને અનુભવે છે કે તમારું હૃદય ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. આ દરમિયાન, તમારી છાતી, ગળા અને ગરદનમાં પણ ફેરફારો અનુભવી શકાય છે. આ જ કારણ છે કે આ સમય દરમિયાન તમને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, છાતીમાં દુખાવો અને બેહોશી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જો ખોરાક ખાધા પછી હૃદય ઝડપથી ધબકે છે, તો આહારમાં ફેરફાર કરવો જોઈએ.આહારમાં વધુ આખા અનાજ, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય ખાવામાં તેલનું પ્રમાણ ઘણું ઓછું કરવું જોઈએ અને શક્ય હોય તો દરરોજ કે બે-ચાર દિવસે અલગ-અલગ તેલનો ઉપયોગ કરવો જોઈએ. ખોરાકમાં મીઠું, મીઠી અને ચરબીની માત્રા ખૂબ ઓછી માત્રામાં લેવી જોઈએ.