કેરળમાં ઝિકા વાયરસનું વધતું જોખમઃ વધુ એક કેસ નોંધાતા ઝીકા વાયરસનો આંક 15 પર પહોંચ્યો
- ઝિકા વારયસું વધતુ જોખમ
- કેરળમાં નોંધાયા 15 કેસો
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં હજી કોરોનાની બીજી તરંગ ઘીમી પડી છે ત્યાતો બીજા અનેક વાયરસોએ દસ્તક આપી છે, દેશભરમાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અને હવે ઝિકા વાયરસે ભય ફેલાવ્યો છે,હવે દેશના રાજ્ય કેરલમાં ઝીકા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે જ આ વાયરસના કુલ કેસ રાજ્યમાં 15 થઈ ચૂક્યા છે. આ બાબતે આરોગ્ય મંત્રીકહ્યું હતું કે, નન્થનકોડમાં રહેતી 40 વર્ષની વ્યક્તિના પરિક્ષણમાં ઝિક સંક્રમણની પૃષ્ટિ થઈ છે. તિરુવનંતપુરમમાં અત્યાર સુધી આ સંક્રમણના 14 કેસો નોંધાઈ ચૂક્યા છે.
આ દરમિયાન, સીએમ પિનરાયે વીજ.ને કહ્યું કે કેરલમાં ઝીકા સંક્રમણના કેસો સામે આવ્યા છે અને તે અસ્પષ્ટ નથી કે આ વાયરસ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવનારા એડીસ મચ્છરથી થાય છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની બીમારીઓ રોકવા માટે જિલ્લાઓ અને રાજ્યના સ્તરના એકમોને મજબુત બનાવવામાં આવશે.
કેરલમાં ઝીકા વાયરસનો કેસ ગુરુવારનો ફરી નોંધાયો છે, ત્યાર બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 15 થઈ ચૂકી છે. આંકડાઓથી ખબર મેલી શકાય છે કે, રાજ્યના ઝીકા વાયરસ કેટલાક હદ સુધી ફેલાય રહ્યો છે. 24 વર્ષની એક મહિલાને 28 જૂનના રોજ તાવ, માથાનો દુખાવો અને લાલ ધબ્બા જેવી તકલીફ સર્જાયાત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું પરિમાણોની તપાસ કરવામાં આવતા તે મહિલામાં ઝીકા વાયરસની પૃષ્ટિ થઈ છે.
ઝીકા વાયરસ એક મચ્છર દ્રારા ફેલાતો વાયરસ છે. જે મચ્છરોનાી એડીજ નામક જાતી દ્રારા ઉત્પન્ન થાય છે, આ મચ્છર ચિકનગુનીયા અને ડેન્ગ્યૂ પણ ફેલાયે છે. નિષ્ણાતોની જો વાત માનવામાં આવે તો ઝીકા વાયરસથી સંક્રમિત થનારી ગર્ભવતીએ જમ્ન આપેલા બાળકોમાં એક ગંભીર બિમારી માઈક્રોસેફલી ઉત્પન્ન થી શકે છે, આ બીમારીમાં જન્મ લેનારા બાળકોનિ માથું સામાન્ય રીતે નાનુ હોય છે. આ ઉપરાંત સાંભળવાની પણ સમસ્યાઓ સર્જાય છે.