Site icon Revoi.in

ભારતીય વાયુસેનાની વધી તાકાત – MRSAM મિસાઈલ 70KMની રેન્જમાં બધુ તબાહ કરી શકે છે

Social Share

નવી દિલ્લી: સરહદ પર વધતા જતા પડકારને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેના સજ્જ છે. આવામાં હવે ભારતીય વાયુસેનાના હાથમાં એવી મિસાઈલ આવી છે કે જે 70 કિલોમીટરની રેન્જમાં બધી વસ્તુને તબાહ કરી નાખે છે. આ મિસાઈલનું નામ છે મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MRSAM). ભારત અને ઈઝરાયલને ડિફેન્સ સેક્ટરમાં પોતાની શક્તિ વધારવામાં મહત્વની સફળતા મળી છે.

આ મિસાઈલના પહેલા યુનિટને જેસલમેર ખાતે વાયુસેના યુનિટમાં સામેલ કરવામાં આવી છે. આ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ઈઝરાયલની આઈએઆઈ (IAI)એ મળીને તૈયાર કરી છે. સિસ્ટમમાં એડવાન્સ રડાર, કમાન્ડ એન્ડ કંટ્રોલ, મોબાઈલ લોન્ચર અને રેડિયો ફ્રિક્વન્સી સીકરની સાથે ઈન્ટરસેપ્ટર પણ છે. તેમાં ભારત અને ઈઝરાયલની અન્ય ડિફેન્સ કંપનીઓ પણ સામેલ છે. MRSAMનો ઉપયોગ ભારતની ત્રણેય સેનાઓ અને ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ કરશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ‘વાયુસેનાને MRSAM સોંપવાની સાથે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવાની દિશામાં મોટી છલાંગ લગાવી છે. આ એર ડિફેન્સ સિસ્ટમ ગેમ ચેન્જર સાબિત થશે.’ MRSAM સિસ્ટમ દ્વારા સામેથી આવી રહેલા કોઈ પણ ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, યુએવી, સબ સોનિક અને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને તબાહ કરી શકાશે. આ મિસાઈલ સ્વદેશી તકનીક પર આધારીત રોકેટ મોટરની મદદથી સંચાલિત થાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સરકાર બદલાયા પછી એટલે કે 2014માં સરકાર બદલાયા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે પડકારો વધ્યા છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. ચીન અને પાકિસ્તાન દ્વારા બોર્ડર પર કરવામાં આવતી તમામ નજર પર ભારત સરકારની અને ભારતીય સેનાની ચાંપતી નજર છે અને યોગ્ય પ્રમાણમાં જવાબ પણ આપવામાં આવી રહ્યા છે.