નવી દિલ્હીઃ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે. આ જાહેરાત ગયા મહિનાની 17મી તારીખે કરવામાં આવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે,‘વણકરોને સૂતર કે દોરાની આંટીદીઠ 12 રૂપિયા 50 પૈસા રૂપિયા મળશે. છેલ્લા એક દાયકામાં વેતનમાં અંદાજે 213 ટકાનો વધારો નોંધાયો છે.
તેમણે આ પ્રસંગે ખાદીની વસ્તુઓ પર 20 ટકા અને ગ્રામોદ્યોગ વસ્તુઓ પર 10 ટકાની છૂટની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં ખાદીની વસ્તુઓ પર આ છૂટ 2 ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી અપાશે.’ કુમારે કહ્યું કે, ‘ખાદી ક્ષેત્રનો વ્યવસાય ગત નાણાકીય વર્ષમાં એક લાખ 55 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર પહોંચ્યો છે.’